<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

પંજાબ વિધાનસભાની 4 બેઠકો માટેની પેટાચૂંટણીમાં 63% મતદાન

સૌથી વધુ 81% મતદાન 84-ગીદરબાહામાં નોંધાયું: 44-ચબ્બેવાલમાં 53% મતદાન

પંજાબ વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી માટે આજે સાંજે 6 વાગ્યા સુધી 63% મતદાન નોંધાયું હતું. સાંજના 6 વાગ્યા સુધીના પ્રાપ્ત આંકડા મુજબ સૌથી વધુ 81% મતદાન 84-ગીદરબાહામાં નોંધાયું હતું. સાંજે 6 વાગ્યા સુધી ડેરા બાબા નાનકમાં 63%, 103-બરનાલામાં 54% અને 44-ચબ્બેવાલમાં 53% મતદાન નોંધાયું હતું.

(9:11 PM IST)