News of Wednesday, 20th November 2024
વિશ્વના ટૉપ ૧૦૦ સૌથી પ્રદુષિત શહેરોની યાદીમાં સૌથી વધુ ૩૯ શહેરો ભારતના
ચીનના ૩૦ શહેરો, પાકિસ્તાનના ૭ શહેરો, બાંગ્લાદેશના ૫ શહેરો, ઈરાનના ૩ શહેરો, દક્ષિણ આફ્રિકાના ૩ શહેરો, નેપાલના ૨ શહેરો અને ઇન્ડોનેશિયાના ૨ શહેરોનો સમાવેશ

નવીદિલ્હી: દર વર્ષની જેમ આ વખતે પણ કેન્દ્ર અને રાજ્યોની સરકારો પ્રદૂષણને માટે એક-બીજા પર દોષારોપણ કરતી હોય છે. એવામાં એસ એન્ડ પી ગ્લોબલ મોબિલિટી વેબ પ્રેઝન્ટેશને થોડા દિવસ પહેલા જ, વર્ષ-૨૦૨૩ માં દુનિયાભરના સૌથી પ્રદૂષિત ૧૦૦ શહેરોની એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં એકલા ભારતના ૩૯ શહેરો છે, ત્યાર પછી અનુક્રમે ચીનના ૩૦ શહેરો, પાકિસ્તાનના ૭ શહેરો, બાંગ્લાદેશના ૫ શહેરો, ઈરાનના ૩ શહેરો, દક્ષિણ આફ્રિકાના ૩ શહેરો, નેપાલના ૨ શહેરો અને ઇન્ડોનેશિયાના ૨ શહેરોનો સમાવેશ થાય છે. તેમાં સૌથી પ્રદુષિત ૧૦ શહેરોમાં (૧) બાંગ્લાદેશ (૨) પાકિસ્તાન (૩) ભારત (૪) તાજિકિસ્તાન
(૫) બુર્કીનાફાસો (૬) ઈરાક (૭) યુએઈ (૮) નેપાલ (૯) મિસ્ત્રી અને (૧૦) કાંગો લોકતાંત્રિક ગણરાજ્યનો સમાવેશ થાય છે. આ અભ્યાસ એટલા માટે કરવામાં આવ્યો હતો કે, ભારતે ઇલેક્ટ્રીક વાહનો તરફ કેમ વળવું જોઈએ. એસ એન્ડ પી રિસર્ચના સંશોધનમા કેટલાક મુખ્ય ભારતીય શહેરોમાં વાહન વ્યવહાર જામની ઉભરતી સમસ્યાને લઇને ચિંતા પ્રકટ કરવામાં આવી છે. સૌથી વધુ વાહન વ્યવહારના દબાણ વાળા શહેરોમાં પ્રથમ મુંબઈ ત્યાર પછી અનુક્રમે કલકત્તા, પુણે, દિલ્હી અને બેંગલુરુ આવેછે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
