હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુનિયાના ટૉપ ૧૦ જહાજ નિર્માતાઓમાં ભારત સામેલ થશે
દુનિયાનું ૧૬ મુ સૌથી મોટું સમુદ્રી રાષ્ટ્રના રૂપમાં, ભારત વૈશ્વિક શિપિંગ લેન પર એક મહત્વપૂર્ણ સ્થાન

નવીદિલ્હી: કેન્દ્રીય બંદરગાહ, પોત પરિવહન અને જલમાર્ગ મંત્રી સુબ્રાનંદ સોનોવાલે જણાવ્યું કે, ભારત વર્ષ-૨૦૩૦ સુધી દુનિયાના શ્રેષ્ઠ ૧૦ જહાજ નિર્માતાઓમાં સામેલ થશે. “સાગર મંથન- ધ ગ્રેટ ઓશંસ ડાયલાગ” ને સંબોધિત કરતા કહ્યું કે, વૈશ્વિક દક્ષિણ ૨૧મી સદીમાં સમુદ્રી વ્યાપારનું સ્વરૂપ નિર્ધારિત કરશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ જોતા ભારતની પાસે એક પ્રમુખ જહાજ નિર્માણ રાષ્ટ્ર બનવાને માટે સમૃદ્ધ પ્રતિભા પુલની સાથે સાથે સંસાધન પણ છે, આપણે વર્ષ- ૨૦૩૦ સુધી જહાજ નિર્માણ કરવા વાળા શ્રેષ્ઠ ૧૦ દેશોમાં સામેલ થવાનું લક્ષ્યા લઈને ચાલી રહ્યા છીએ. અમારું લક્ષ્ય ૨૦૪૭ સુધી દુનિયાના શ્રેષ્ઠ પાંચ દેશોમાં સામેલ થવાનું છે.
ભારતનો સમુદ્રી વિસ્તાર તેના વ્યાપાર અને વાણિજ્યના પાયાના રૂપમાં કાર્ય કરે છે, તે હિસાબે દેશના વ્યાપારનો લગભગ ૯૫ ટકા અને મૂલ્યના હિસાબે ૭૦ ટકા ભાગ સંભાળે છે. ૧૨ મુખ્ય બંદરગાહો અને ૨૦૦ થી વધુ અધિસૂચિત નાના અને મધ્યવર્તી બંદરગાહોની સાથે, દેશના બંદરગાહ બુનિયાદી માળખું તેની વધતી અર્થવ્યવસ્થાનો આધાર છે. દુનિયાનું ૧૬ મુ સૌથી મોટું સમુદ્રી રાષ્ટ્રના રૂપમાં, ભારત વૈશ્વિક શિપિંગ લેન પર એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
