હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌથી વધુ આંધ્રપ્રદેશ - તેલંગાણાના વિદ્યાર્થીઓને યુએસ સ્ટુડન્ટ વિઝા મળ્યા
ભારતના દરેક રાજયના વિદ્યાર્થીઓ અમેરિકન યુનિવર્સિટીઓમાં અરજી કરે છે

નવી દિલ્હી, તા.૨૧: અમેરિકામાં અભ્યાસ કરવાનો ભારતીયોમાં ભારે ક્રેઝ છે. અહીંની વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ સમગ્ર ભારતમાંથી વિદ્યાર્થીઓને આકર્ષે છે. જો કે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં વિદ્યાર્થીઓ યુએસ વિઝા મેળવવામાં સૌથી આગળ છે. હાલમાં જ યુએસ કોન્સ્યુલેટ જનરલે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ૨૦૨૩માં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સ્ટુડન્ટ વિઝા વિશે માહિતી આપવામાં આવી છે. બે રાજ્યો એવા છે જ્યાં વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા મળ્યા છે.
યુએસ કોન્સ્યુલેટ જનરલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૩માં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા કુલ સ્ટુડન્ટ વિઝામાંથી ૫૬ ટકા માત્ર બે રાજ્યોના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. આ રાજ્યો આંધ્રપ્રદેશ અને તેલંગાણા છે, જ્યાં વિદ્યાર્થીઓ વિઝા મેળવવામાં સૌથી આગળ છે. આમ, અમેરિકા ભણવા ગયેલા દર બે વિદ્યાર્થીઓમાંથી એક આંધ્રપ્રદેશ કે તેલંગાણાનો હતો. દૂતાવાસના ડેટા દર્શાવે છે કે અમેરિકન સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે દક્ષિણ ભારતના આ બે રાજ્યોના વિદ્યાર્થીઓ વચ્ચે કેવી સ્પર્ધા છે.
આંધ્ર પ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યો તેમના શૈક્ષણિક માળખા માટે જાણીતા છે, ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રોમાં. ભારતના મોટા કોચિંગ કેન્દ્રો દક્ષિણ ભારતના બંને રાજ્યોમાં હાજર છે, જે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અને GRE અને TOEFL જેવી પરીક્ષાઓ માટે તૈયાર કરે છે. અમેરિકામાં અભ્યાસ બાદ નોકરીની વિપુલ તકોને કારણે વિદ્યાર્થીઓમાં અહીં ભણવા જવાનો ક્રેઝ છે.
એટલું જ નહીં, પરંતુ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પરિવારો વિદેશમાં શિક્ષણ મેળવવાને આર્થિક રોકાણ માને છે. તેમનું માનવું છે કે વિદેશમાં અભ્યાસ કરવાથી પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જેના કારણે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે તેમના પરિવાર તરફથી ઘણો સહયોગ મળે છે. તે જ સમયે, બંને રાજ્યોના લોકો અમેરિકામાં મોટી સંખ્યામાં રહે છે, જેના કારણે અહીંથી જતા વિદ્યાર્થીઓને ઘણી મદદ મળે છે. આ જ કારણ છે કે વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવા જઈ રહયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
