<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ફોન કરતી કે ઉપાડતી વખતે હંમેશા ‘હેલ્લો' શબ્‍દ કેમ બોલવામાં આવે છે?

નવી દિલ્‍હી, તા.૨૧: તમે હંમેશા કોલ આવે કે કોલ કરો તો સૌથી પહેલા ઁહેલ્લોઁ શબ્‍દ બોલો છો, પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે,‘હેલ્લો' શબ્‍દની શરૂઆત કયાંથી થઈ?

હંમેશા બોલચાલમાં વપરાતો શબ્‍દ ‘હેલ્લો' કયારે અને કેવી રીતે ઉપયોગમાં આવ્‍યો તેની પાછળ એક વાર્તા છે. તે શું છે આવો જાણીએ.

હકીકતમાં ટેલિફોનની શોધક એલેક્‍ઝાન્‍ડર ગ્રેહામ બેલે આ શબ્‍દનો ઉપયોગ પહેલીવાર કર્યો હતો, એવો ઘણાં લોકો દાવો કરે છે. ગ્રેહામ બેલની ગર્લફ્રેન્‍ડનું નામ મારગેટ હેલો હતું. બસ અહીંથી જ આ શબ્‍દની શરૂઆત થઈ.

ટેલિફોનની શોધ કરીને ગ્રેહામ બેલે સૌથી પહેલો કોલ પોતાની ગર્લફ્રેન્‍ડ મારગેટ હેલોને કર્યો હતો. ત્‍યારબાદ તેણે પહેલીવાર મારગેટને ફોન પર ‘હેલ્લો' કહીને સંબોધિત કરી હતી.

 ત્‍યાર પછીથી આ શબ્‍દનું ચલણ શરૂ થયું અને જે પણ ફોન કરે કે ઉપાડે ત્‍યારે ‘હેલ્લો' શબ્‍દને ઉપયોગ કરે છે. એટલું જ નહીં જ્‍યારે તમે કોઈને મેસેજ કરો તો સૌથી પહેલા તેમે ઁહેલ્લોઁ શબ્‍દનો જ ઉપયોગ કરશો.

‘હેલ્લો' શબ્‍દ કોઈ પણ નવા વ્‍યક્‍તિને સંબોધિત કરવા માટે પણ થાય છે, જેને તમે પહેલીવાર મળતા હો. પરંતુ દાવા તરીકે હંમેશા ગ્રેહામ બેલનું જ ઉદાહરણ આપવામાં આવે છે.

(9:51 AM IST)