હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચાર ઉડતી નજરે 3:36 PM

રીયાધ, તા.૨૧: દુનિયામાં અનેક એવા દેશ છે કે જેના એરપોર્ટ એટલા હોય છે કે જો તમે જ્યાં જાવ છો તો ગુમ જ થઈ જાવ. આ જ કારણે અનેક એરપોર્ટને શહેરની બહાર બનાવવામાં આવ્યા છે કે જેથી તેમને વિશાળ બનાવી શકાય. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ કયું છે? ચાલો તમને આ વિશે જણાવીએ. આ એરપોર્ટની સામે કદાચ મુંબઈ શહેર પણ નાનું લાગે છે? ચોંકી ગયા ને? આ હકીકત છે.
અમે જે એરપોર્ટની વાત કરીએ રહ્યા છીએ એ એરપોર્ટનું નામ કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, જે સાઉદી અરેબિયાના દમ્મામમાં આવેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એરપોર્ટ ૭૭૬ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે જેની સામે મુંબઈનું ક્ષેત્રફળ ૬૦૩.૪ સ્ક્વેર કિલોમીટર છે. આનો અર્થ એ થયો કે આ એરપોર્ટ મુંબઈ શહેર કરતાં પણ મોટું છે અને તેનું નામ કિંગ ફહદ બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે સાઉદી અરબના ભૂતપૂર્વ રાજા હતા.
આ એરપોર્ટ ૧૯૯૯માં શરૂ કરવામાં આવ્યું હતું. કેટલાક ન્યુઝ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ એરપોર્ટ પર આશરે ૨ કરોડ લોકોની અવરજવર રહેશે અને પ્રવાસીઓના હિસાબે તે દુનિયાનું ત્રીજું સૌથી મોટું એરપોર્ટ છે. આ એરપોર્ટ દરવર્ષે ૧,૨૫,૦૦૦ ટન કાર્ગો હેન્ડલ કરે છે.
આ એરપોર્ટમાં એક મસ્જિદ પણ આવેલી છે, જેમાં આશરે ૨,૦૦૦ લોકો સમાઈ શકે છે. એરપોર્ટ પર બે પેરેલલ રનનેવ છે, જેની લંબાઈ ૪૦૦૦ મીટર અને પહોળાઈ ૬૦ મીટર જેટલી છે. રનવે પર બે મોટા પ્લેન એરબસ એ૩૪૦-૬૦૦ અને બોઈંગ ૭૪૭-૪૦૦ સુધી આવી શકે છે.
ઈન્સ્ટાગ્રામ @yah_itsayaz નામની આઈડી પરથી આ એરપોર્ટની એક રીલ પણ શેર કરવામાં આવી છે. આ રીલમાં એરપોર્ટના ક્ષેત્રફળની સરખામણી મુંબઈના ક્ષેત્રફળ સાથે કરવામાં આવી છે.
આ વીડિયોને ૭૯,૦૦,૦૦૦ રૂપિયા વ્યુઝ મળી ચૂકયા છે. નેટિઝન્સ આ વીડિયો કમેન્ટ અને અને લાઈક્સ કરી રહ્યા છે. અનેક લોકોનું એવું કહેવું છે કે સાઉદી અરેબિયાનું તેલ ખતમ થઈ જશે, એવું જ અહીંનો ખેલ ખતમ થઈ જશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચાર ઉડતી નજરે 3:36 PM