News of Thursday, 21st November 2024
પેસેન્જર નહીં પણ ગુડ્સ ટ્રેન સરકારનો કમાઉ દીકરો, ૫ વર્ષમાં ૭ લાખ કરોડ રળી આપ્યા
રેલવેની આવક છેલ્લા પાંચ વર્ષથી સતત વધી રૂ.૧૦ લાખ કરોડની સપાટી વટાવી ગઈ છે : જેમાં ૭૦ ટકા કમાણી પેસેન્જર ટ્રેન દ્વારા નહીં પણ ગુડ્સ ટ્રેન મારફત

નવી દિલ્હી, તા.૨૧: વ્યાપક રેલ નેટવર્ક ધરાવતી ભારતીય રેલવેની આવક છેલ્લા પાંચ વર્ષથી સતત વધી રૂ. ૧૦ લાખ કરોડની સપાટી વટાવી ગઈ છે.
જેમાં ૭૦ ટકા કમાણી પેસેન્જર ટ્રેન દ્વારા નહીં પણ ગુડ્સ ટ્રેન મારફત થઈ હોવાનું આરટીઆઈમાં જાણવા મળ્યું છે. ૨૦૧૯-૨૦થી ૨૦૨૩-૨૪ દરમિયાન ઈન્ડિયન રેલવેએ કુલ રૂ. ૧૦,૦૧,૯૫૭.૪૫ની કમાણી કરી છે. મબલક કમાણી સાથે ભારતીય રેલવે સતત ગ્રોથ કરી રહ્યું છે. ગ્લોબલ ડેટા મુજબ, ૨૦૨૩માં વિશ્વમાં કમાણીની દ્રષ્ટિએ ભારતીય રેલવે ચોથા ક્રમે પહોંચી હતી. પ્રથમ સ્થાને ૫૫૬૬૭ મિલિયન ડોલર સાથે જર્મનીની ડોયશે બાન એજી રેલવે નેટવર્ક છે.
આરટીઆઈ એક્ટ, ૨૦૦૫ હેઠળ કરવામાં આવેલી અરજીમાં રેલવે મંત્રાલયે જવાબ આપ્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષથી ભારતીય રેલવેની આવક સતત વધી રહી છે. કુલ રૂ. ૧૦ લાખની આવકમાં મોટો હિસ્સો ગુડ્સ ટ્રેનનો રહ્યો હતો. જેના મારફત રૂ. ૭૦૨૩૭૨.૨૯ કરોડની આવક નોંધાઈ હતી. નવી પ્રીમિયમ ટ્રેન, સ્પીડમાં વધારો કરતાં પ્રોજેક્ટ્સ, અને પ્રીમિયમ સુવિધાઓના કારણે રેલવેની આવક વધી છે.
નવા ટ્રેકની સંખ્યા અનેકગણી વધી
છેલ્લા એક દાયકામાં ભારતીય રેલવે દ્વારા ૩૧૧૮૦ કિમીના ટ્રેક નાખવામાં આવ્યા છે. ટ્રેક બનાવવાની સ્પીડ ૨૦૧૪-૧૫માં ૪ કિમી પ્રતિ દિવસથી વધુ ૨૦૨૩-૨૪માં ૧૪.૫૪ કિમી પ્રતિ દિન થઈ છે. જેમાં ૪૧૬૫૫ રૂટ કિમીને ઈલેક્ટ્રિફાઈડ કરવામાં આવ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય રેલવેમાં નોંધાયેલી આવક (આંકડા રૂ. કરોડમાં)
વર્ષ પેસેન્જર અન્ય કોચ ગુડ્સ અન્ય
૨૦૧૯-૨૦ ૫૦૬૬૯.૦૯ ૪૬૪૦.૭૯ ૧૧૩૪૮૭.૮૯ ૫૮૬૨.૭૫
૨૦૨૦-૨૧ ૧૫૨૪૮.૪૯ ૨૦૯૬.૭૪ ૧૧૭૨૩૧.૮૨ ૫૯૩૮.૬
૨૦૨૧-૨૨ ૩૯૨૧૪.૩૯ ૪૮૯૯.૫૬ ૧૪૧૦૯૬.૩૯ ૬૦૬૭.૯૬
૨૦૨૨-૨૩ ૬૩૪૧૬.૮૫ ૫૯૫૮.૩૨ ૧૬૨૨૬૨.૯ ૮૪૯૮.૬
૨૦૨૩-૨૪ ૭૦૬૯૩.૩૩ ૬૭૨૭.૨૫ ૧૬૮૨૯૩.૨૯ ૯૬૫૨.૪૪
કુલ ૨,૩૯,૨૪૨.૧૫ ૨૪,૩૨૨.૬૬ ૭,૦૨,૩૭૨.૨૯ ૩૬,૦૨૦.૩૫
પેનલ્ટી મારફત ૩૬૯૫ કરોડની આવક
ભારતીય રેલવેના મુસાફરોની સંખ્યામાં વળદ્ધિની સાથે સાથે મુસાફરીમાં ગેરરીતિ આચરવા બદલ થતી પેનલ્ટીમાં પણ વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં મુસાફરીમાં ગેરરીતિ બદલ ભારતીય રેલવેએ કુલ રૂ. ૩,૬૯૫ કરોડની પેનલ્ટી વસૂલી છે. ૨૦૧૯માં ૫૯૬.૫૯ કરોડની આવક પેનલ્ટી મારફત થઈ હતી. જે વધી ૨૦૨૩-૨૪માં રૂ. ૧૨૧૨.૦૮ કરોડ થઈ છે. ૨૦૨૦-૨૧ દરમિયાન કોવિડના કારણે લોકડાઉનની અસર રહેતાં પેનલ્ટી પેટે રૂ. ૬૨.૩૨ કરોડ ઉઘરાવવામાં આવ્યા હતા.
વર્ષ પેનલ્ટી (રૂ. કરોડમાં)
૨૦૧૯-૨૦ ૫૯૬.૫૯
૨૦૨૦-૨૧ ૬૨.૩૨
૨૦૨૧-૨૨ ૭૨૪.૩૩
૨૦૨૨-૨૩ ૧૧૦૦.૧
૨૦૨૩-૨૪ ૧૨૧૨.૦૮.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
