તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
પત્નિના નામે કરાવો બેંક FD : ટેક્સ બચત સહિત ઘણા લાભ -મોટી કમાણી થશે
નાણાકીય વર્ષમાં FDથી જો તમને ૪૦,૦૦૦ રૂપિયાના વધુની કમાણી થાય તો ૧૦% TDS ચૂકવવો પડશે

નવી દિલ્હી, તા.૨૧: મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં સામાન્ય લોકોની વધતા જતા રુચિ વચ્ચે, બેંક FD હજુ પણ સૌથી સુરક્ષિત રોકાણ છે. રોકાણકારોને બેંક એફડીમાં નિશ્ચિત અને ખાતરીપૂર્વકનું વળતર મળે છે. આ જ કારણ છે કે આજે પણ દેશનો એક મોટો વર્ગ બેંક એફડીમાં રોકાણને શ્રેષ્ઠ અને સલામત માને છે. સામાન્ય રીતે નોકરી કરતા લોકો તેમના નામે એફડી કરાવે છે. પરંતુ જો તમે તમારી પત્નીના નામે FD કરાવો છો, તો તમને ન માત્ર જંગી વળતર મળશે પરંતુ તમે ઘણા પૈસા પણ બચાવી શકો છો.
FD નિયમો અનુસાર, જો નાણાકીય વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર ૪૦,૦૦૦ રૂપિયાથી વધુનું વ્યાજ મળે છે, તો ૧૦ ટકા TDS ચૂકવવો પડશે. બીજી તરફ, જો તમે તમારી પત્નીના નામે FD કરો છો, તો તમે આ TDS બચાવી શકો છો. કેટલાક પરિવારોમાં, સ્ત્રીઓ કાં તો નીચલા ટેક્સ બ્રેકેટમાં હોય છે અથવા ગળહિણીઓ હોય છે. જો તમારી પત્ની ગળહિણી છે તો સમજી લો કે તમારે કોઈપણ પ્રકારનો TDS ચૂકવવો પડશે નહીં.
રૂ.૨.૫ લાખથી ઓછી કરપાત્ર આવક પર TDSમાંથી મુક્તિ
હકીકતમાં, જે લોકોની કુલ કરપાત્ર આવક રૂ. ૨.૫ લાખથી ઓછી છે તેઓને તેમની FD પર TDSમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ સાથે, તમારે એ પણ સમજવું પડશે કે બેંક FDમાંથી મળતું વ્યાજ તમારી આવકમાં ગણાય છે. ધારો કે તમારી કુલ વાર્ષિક આવક રૂ. ૯ લાખ છે અને તમને FD પર વ્યાજ તરીકે રૂ. ૧.૨૦ લાખ મળ્યા છે, તો તમારી કુલ વાર્ષિક આવક રૂ. ૧૦.૨૦ લાખ ગણવામાં આવશે અને તમારે રૂ. ૧૦.૨૦ લાખના આધારે ટેક્સ ચૂકવવો પડશે.
જોઈન્ટ FD એકાઉન્ટ પર પણ લાભ મળશે
પરંતુ જો તમે તમારી પત્નીના નામે FD કરો છો, તો તમે જ્ઝના વ્યાજ પર વધારાનો ટેક્સ ચૂકવવાનું ટાળી શકો છો. આ સિવાય જો તમે જોઈન્ટ એફડી કરો અને તમારી પત્નીને પ્રથમ હોલ્ડર બનાવો તો આવી સ્થિતિમાં પણ તમે ઘણી બચત કરી શકો છો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
