તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
પીએમ મોદી અદાણીને બચાવે છે : તેમની ધરપકડ કરી પુછપરછ કરો : ૨૦૦૦ કરોડનું કૌભાંડ છતાં બહાર કેમ
અમેરિકી નિર્ણય બાદ રાહુલ ગાંધી ફુલ ફોર્મમાં : CM ૧૦-૧૫ કરોડમાં જેલ જાય છે તો અદાણીને કેમ જેલ નહિ ?

નવી દિલ્હી, તા.૨૧: અમેરિકામાં ગૌતમ અદાણી પર ૨૧ અબજ રૂપિયાની લાંચ લેવાના આરોપો બાદ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની ધરપકડની માંગ કરી હતી. ગાંધીજીએ ગૌતમ અદાણી પર આક્ષેપો કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં સવાલ ઉઠાવ્યો હતો કે અદાણી જી કેવી રીતે આઝાદ ફરે છે? અમે આ પ્રશ્નો સતત ઉઠાવી રહયા છીએ. પરંતુ, અદાણી પર કોઈ તપાસ કરવામાં આવી ન હતી, સરકાર તેને કેમ બચાવી રહી છે. રાહુલે કહયું કે અમેરિકામાં અદાણી પરની તપાસમાં સાબિત થયું છે કે તેણે અમેરિકન અને ભારતીય કાયદાનો ભંગ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારતમાં અદાણીજીને કંઈ થઈ શકે તેમ નથી, મુખ્યમંત્રી ૧૦-૧૫ કરોડ રૂપિયામાં જેલમાં જાય છે. પરંતુ, અદાણી બહાર ફરે છે. અમે તેની ધરપકડની માંગ કરી રહ્યા છીએ.
પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ માત્ર ગૌતમ અદાણી જ નહીં પરંતુ સેબીના વડા માધબી પુરી બુચ પર પણ આરોપ લગાવ્યા હતા. તેણે કહયું કે અમે પહેલા જ કહી ચુકયા છીએ કે તે આ કૌભાંડોની કિંગપિન છે. ગૌતમ અદાણીના શેરના ભાવ પર માધાબી બૂચ નિયંત્રણ કરે
છે, તેમને ત્યાંથી હટાવવા જોઈએ, નહીં તો ભવિષ્યમાં મોટા રોકાણકારો જ બચશે, છૂટક રોકાણકારો બરબાદ થઈ જશે. તેમણે કહયું કે વિપક્ષના નેતા તરીકે મારું કામ તમને બચાવવાનું છે અને હું પણ તે જ કરવા માંગુ છું.
અદાણી ગ્રુપને અમેરિકામાં મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકામાં ગૌતમ અદાણી સહિત ૭ લોકો પર ૨ અબજ ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ છે. તેમની મુશ્કેલીઓ વધી રહી છે. સમાચાર એ છે કે તેણે સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલર (લગભગ ૨૧ અબજ રૂપિયા)થી વધુની લાંચ આપવાનું વચન આપ્યું હતું. આ સાથે જ વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બપોરે ૧૨ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. તમને જણાવી દઈએ કે જે દિવસે અદાણી ગ્રૂપને અમેરિકામાં લાંચના કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો, તે જ દિવસે તેણે ગ્રીન એનર્જીમાં રોકાણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
યુએસમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો છે કે અદાણી ગ્રુપે સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $૨૬૫ મિલિયનની લાંચ આપી હતી જેનાથી અબજો ડોલરનો નફો થયો હતો. આરોપમાં અદાણી અને તેના સહયોગીઓ પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ૩ બિલિયન ડોલરથી વધુની લોન અને બોન્ડ મેળવવા માટે ખોટા નિવેદનો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અદાણી માટે ‘ન્યુમેરો યુનો' અને ‘ધ બિગ મેન' જેવા કોડ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
યુ.એસ.માં, જનરલ લિસા એચ. મિલરે જણાવ્યું હતું કે, આ આરોપમાં ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવા, રોકાણકારો અને બેંકોને જૂઠું બોલવાની અને ન્યાયમાં અવરોધ લાવવાની યોજનાનો આરોપ છે. જૂથની મુશ્કેલીઓ વધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
