<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

રામકથામાં દેશ-વિદેશના ૧૦ હજાર અતિથિઓ આવશે

મહેમાનો માટે વિશાળ સ્‍વાગતકક્ષ તૈયારઃ વૃધ્‍ધાશ્રમના બિલ્‍ડિંગનું શીલાપૂજન કરાશેઃ બ્રાન્‍ડિંગ- માર્કેટિંગથી કથા અને વિરાટ વૃધ્‍ધાશ્રમ નિર્માણ વૈશ્વિક બનશે

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વળધ્‍ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્‍યામાં વળક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વળધ્‍ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે. રામકથા તા. ૨૩ નવેમ્‍બરથી શરુ થઈને તા. ૧ ડિસેમ્‍બર સુધી ચાલશે. વિશાળ સંખ્‍યામાં ધર્મપ્રેમી ભાવિકો રામકથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લહાવો લેશે.

આ રામકથા દરમ્‍યાન વિવિધ સામાજીક -સેવાકીય સંસ્‍થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, પ્રબુધ્‍ધ નાગરિકો પોતપોતાની રીતે આ ધાર્મિકોત્‍સવમાં યથાશકિત પોતાનું યોગદાન આપી આ સેવાયજ્ઞમાં સેવારૂપી આહુતિ આપી રહયા છે. ઈશ્વરનાં અવતારની ભુમિ ગણાતા ભારત દેશમાં શ્રીરામનું નામ અનન્‍ય છે. આ ભુમિમાં એક પણ કોઈપણ એવું ગામ નહી હોય જયાં ભગવાનશ્રી રામનું મંદિર ન હોય, પળથ્‍વી પરના કોઈપણ તેમની વીરતાની તુલનાએ આવે તેમ ન હતા છતાં પણ સંપુર્ણ નમ્ર અને વિવેકી વ્‍યકિતત્‍વ એટલે મર્યાદા પુરૂષોતમ શ્રી રામ. ભગવાનશ્રી રામ એક આદર્શ પુરૂષ, પુત્ર,ભાઈ અને પતિ તેમજ એક આદર્શ અને કુશળ શાસક હતા. તેમના શાસન દરમિયાન પ્રવર્તતી સારી વ્‍યવસ્‍થાને કા૨ણે આજે પણ રાજરાજયનું ઉદાહરણ ટાંકવામાં આવે છે. રામનો મહિમા અનંત છે, તેમ રામકથાનો વિસ્‍તાર અનંત છે, ત્‍યારે સદભાવના વળધ્‍ધાશ્રમ આયોજિત વડિલો અને વળક્ષોના શુભાર્થે પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથા માટે રામકથા સ્‍વાગત સમિતિ મોંઘેરા મહેમાનોનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવા થનગની રહી છે. આશરે દસ હજારથી વધુ મહેમાનો દેશラવિદેશથી રામકથા શ્રવણનો લાભ લેવા પધારવાના છે.

આ તકે સ્‍વાગત સમિતિના અધ્‍યક્ષ પ્રવીણભાઈ પાઘડારએ જણાવેલ કે અતિથિ દેવો ભવઃ એટલે અતિથિ દેવ સમાન છે. આપણે ત્‍યાં આવે તો આપણે તેને દેવ સમાન ગણી તેનો આદરラસત્‍કાર કરી તેની આગતાラસ્‍વાગતા કરવી એ આપણી વર્ષો જુની પ્રણાલિકા રહી છે. શ્રીમદ ભગવદ્‌ ગીતા અનુસાર દરેક વ્‍યકિતમાં પરમાત્‍માનો અંશ હોય છે. આપણા આંગણે આવેલ પ્રત્‍યેક વ્‍યકિતને રૂડો આવકાર આપી તેમનો આદરラસત્‍કાર કરવો એ જ આપણી પ્રાચીન પરંપરા રહી છે ત્‍યારે રાજકોટના આંગણે રામકથા શ્રવણનો લ્‍હાવો લેવા આવનાર મહેમાનો માટે કથામંડપ પાસે વિશેષ સ્‍વાગત કક્ષ તૈયાર કરવામાં આવ્‍યો છે, જયાં મહેમાનોનું આગમન થતાં તેમને ખેસ પહેરાવી આવકારવામાં આવશે, બાદમાં સદભાવના વળધ્‍ધાશ્રમના નવા બિલ્‍ડિંગનું શિલારૂપે પૂજન કરાવી તેમને કથામંડપ સુધી લઈ જવામાં આવશે.

મહેમાનોના સ્‍વાગતનો આ સિલસિલો કથાના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી યથાવત રહેશે. મહેમાનોના ભવ્‍ય સ્‍વાગત માટે પ્રવિણભાઈ પાઘડારના માર્ગદર્શન તળે પ્રદિપભાઈ ડવ,પુષ્‍કરભાઈ પટેલ, કિશોરભાઈ રાઠોડ, ડી.વી. મહેતા, નરેન્‍દ્રસિંહ ઠાકુર, વિક્રમભાઈ પુજારા,રાજદિપસિંહ જાડેજા,મયુરભાઈ શાહ, કિરીટભાઈ પાઠક, મનુભાઈ વઘાસિયા,પૂર્વેશભાઈ ભટ્ટ, પ્રવિણભાઈ ઠુંમર, નિતીનભાઈ ભુત, અશ્વિનભાઈ ભોરણીયા, જયદીપભાઈ જલુ, અલ્‍પનાબેન ત્રિવેદી, મનસુખભાઈ વેકરીયા, પંકજભાઈ કપુપરા, હેમુભાઈ પરમાર, શ્‍યામભાઈ ડાભી સહિતના જહેમત ઉઠાવી રહયા છે એમ અંતમાં પ્રેસ સૌજન્‍ય મુલાકાતે આવેલ રામકથા સ્‍વાગત સમિતિના સભ્‍યોએ જણાવેલ હતું.

શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વળધ્‍ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્‍યામાં વળક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્વાવના વળધ્‍ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, આ રામકથા તા. ૨૩ નવેમ્‍બર,૨૦૨૪ થી શરૂ થઈને તા. ૧ ડિસેમ્‍બર,૨૦૨૪ સુધી ચાલશે.

સદભાવના વળધ્‍ધાશ્રમ એટલે વયોવળધ્‍ધની સેવા કરતો આશ્રમ- ધરતી પરનું સ્‍વર્ગ ત્‍યારે પારકાને પોતાના કરતું સદભાવના વળધ્‍ધાશ્રમ હાલ ૫૦૦થી વધુ નિરાધાર, બિમાર, અશકત અને બેઘર માવતરોનું સવાયું ઘર બન્‍યું છે. અહીં જેમનું કોઈ નથી એની સુંદર, પ્રેમાળ અને આત્‍મીય અભિગમ સાથે સેવા અને સુશ્રસા થઈ રહી છે. અહીં દિવસમાં ચાર વખત વિવિધ પ્રકારના સંપૂર્ણ સાત્‍વિક ભોજન, નાસ્‍તા,ચાラદૂધ-કોફી આપવામાં આવે છે એટલું જ નહીં ઘરની માફક આગ્રહ કરીને ફળ વગેરે અપાય છે. ૨૪ કલાક પ્રાથમિક સારવાર તો છે જ પરંતુ એમ્‍બ્‍યુલન્‍સ સારવાર પણ ઉપલબ્‍ધ છે. ક્રિટિકલ કેર માટે કોઈને તાત્‍કાલિક અડધી રાત્રે પણ જરૂર પડે તો હોસ્‍પિટલ પણ લઈ જઈ શકાય છે. અહી ફુલટાઈમ કેરラટેકર માવતરોની સેવા માટે આતુર હોય છે. ૫૦૦ માંથી ૧૮૦ જેટલા માવતરો સાવ અશકત છે. જેમાં કેન્‍સરના, પેરેલિસિસના, માનસિક વિકલાંગતા ધરાવતા વડીલોનો પણ સમાવેશ થાય છે. તેમને હેતથી કોળિયા આપી ભોજન આપવામાં આવે છે તેમજ ડાયપર બદલાવવાથી માંડીને તાાન કરાવવા સહિતની સેવા-સુશ્રુસા કરવામાં આવે છે.આમ પ્રતિદિન વિવિધ રસને પોષે એવો આહાર અપાય છે. સંપૂર્ણ પરાવલંબી માવતરના રૂમમાં પણ ઉડીને આંખે વળગે તેવી સ્‍વચ્‍છતા જાળવવામાં આવી છે.

પળથ્‍વીનું વધતુ જતુ તાપમાન, ગ્‍લોબલ ર્વોમિંગ અને ગ્રીનહાઉસની ઘાતક અસરો ધરતીને વિનાશ તરફ લઈ જઈ રહી છે ત્‍યારે આ ધરતી પુનઃ પલ્લવિત થાય તેવા પ્રયાસ સદભાવના વળધ્‍ધાશ્રમ કરી રહયું છે. સદભાવના વળધ્‍ધાશ્રમ છેલ્લા ૧૦ વર્ષોથી વળક્ષોનું વાવેતર અને તેના જતનની કામગીરી કરી રહયું છે. આ સાથે રાજકોટની ભાગોળે આવેલા દેવગામ ખાતે ૧૬૦૦ બળદ નિヘતિ જીવન ગાળી રહયા છે. ખેતીમાંથી નિવળત કરાયેલા બળદોને ખેડૂત અહી મૂકી જાય છે તેવા બળદોને અહીં બે વખત લીલુ ઘાસ તથા પશુ આહાર આપવામાં આવે છે અને જામનગર રોડ પર ન્‍યારા પાસે બનેલા શ્વાન સેવાશ્રમમાં ઘવાયેલા, અકસ્‍માતનો ભોગ બની અપંગ બનેલા ૨૦૦ થી વધુ શ્વાનોની જાળવણી ક૨વામાં આવે છે. વળધ્‍ધાશ્રમમાં વડીલોની સારી વ્‍યકિતગત સંભાળ જ નહી પરંતુ સારા મિત્રો પણ મળે અને તે ગૌરવપૂર્ણ જીવન જીવે તેવો પ્રયાસ છે.

સત્‍કાર્યના ઉમદા હેતુથી સદભાવના વળધ્‍ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે ત્‍યારે છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટ અને અમદાવાદમાં બ્રાન્‍ડીંગ અને માર્કેટીગ સહિતની કામગીરી સંભાળતી કલાવિદ્‌ - સ્‍ટ્રેટેજિક બ્રાન્‍ડિંગ એન્‍ડ એડવર્ટાઈઝિંગ એજન્‍સી કે જે માર્કેટીંગ સ્‍ટ્રેટેજી, બ્રાન્‍ડિંગ અને એડવર્ટાઈઝીંગ એજન્‍સી તરીકે કાર્યરત છે. છેલ્લા અઢી માસથી કલાવિદ્‌ બ્રાન્‍ડિંગ એન્‍જસી દ્વારા  વૈશ્વિક રામકથા અંતર્ગત ફોટો, વીડીયો, સ્‍લોગન, કન્‍ટેન્‍ટ રાઈટીંગથી લઈ સોશિયલ મીડીયા માર્કેટીંગ સહિતનું કામ સંભાળી રહયા છે, જેમાં ૮૦થી વધુ સ્‍ટાફ આ કામગીરી સંભાળી રહયો છે. કથાસ્‍થળ અને રેસકોર્ષ રીંગરોડ તેમજ રાજકોટ તરફ આવવાના પ્રવેશા૨ ૫૨ હોડીંગ્‍સ ની કામગીરી, પ્રપોઝલ, પ્રોફાઈલ, ડ્રોન શુટ વિડીયો, કરૂણ સ્‍ટોરી આધારિત વિડીયો વોઈસ ઓવર સાથે બનાવેલ છે જેમાં લોકેશન સહિતની માહિતી પણ આવી જાય છે.

કલાવિદ્‌ બ્રાન્‍ડિંગ એન્‍જસી રીયલ એસ્‍ટેટક્ષેત્રે ૩૬૦ ડીગ્રી બ્રાન્‍ડિંગ અને માર્કેટિંગ કરે છે, જેમા સોશિયલ મીડીયા, બ્રાન્‍ડ નેમ, બ્રોશર, પ્રોફાઈલ, લોગો, ડિજિટલ માર્કેટિંગ, માર્કેટિંગ સ્‍ટ્રેટેજી સહીતની કામગીરી કરે છે. અને સદ ભાવના વળધ્‍ધાશ્રમ દ્વારા નવનિર્મિત ભવન બની રહયું છે તેનું પ્રેઝેન્‍ટેશન, આર્કિટેક સાથે સંકલન કરી સદભાવના વળધ્‍ધાશ્રમની સેવાકીય પ્રવળતિઓ, રામકથાનું આયોજન વગેરેની સચિત્ર માહિતી સાથેનું બ્રોશર બનાવેલ છે અને પીપળીયા ભવન અને પીપળા વન ખાતે વળક્ષારોપણ ઉછેર કેન્‍દ્ર, શ્વાન આશ્રમ, બળદ આશ્રમની મુલાકાત લીધેલ છે.

કલાવિદનો મુખ્‍ય ધ્‍યેય સદભાવના વળધ્‍ધાશ્રમમાં ચાલતા સત્‍કાર્યો જેવા કે વડિલોના જીવનની ગુણવતા સુધારવી, પર્યાવરણ બચાવો, અબોલ પશુઓની સેવા કરવી, પૂ. મોરારિબાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું ભવ્‍ય આયોજન સહિતના સેવાકાર્યોની સુહાસ દેશラવિદેશમાં પ્રસરી છે અને આ સત્‍કાર્યમાં જનસમુહ કોઈના કોઈ માધ્‍યમથી સહભાગી થાય તેવા ઉમદા આશયથી આ કાર્ય કરી રહયું છે. બ્રાન્‍ડ પોઝિશનિંગ, બ્રાન્‍ડ ઇક્‍વિટી, બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટ, બ્રાન્‍ડ ઈમેજ, બ્રાન્‍ડ હાર્વેસ્‍ટિંગ જેવા અતિ આવશ્‍યક પાસાઓને અનુલક્ષીને સંપૂર્ણ સ્‍ટ્રેટેજી બનાવી બ્રાન્‍ડિંગ કરવાનો ધ્‍યેય કારગર સાબિત થયો છે અને કલાવિદનાં વિશ્વકક્ષાના માર્કેટીંગ-બ્રાન્‍ડિંગラસ્‍ટ્રેટીજી પ્રયાસોથી રામકથા ખરાં અર્થમાં વૈશ્વિક બની છે.

સદભાવના વળદ્ધાશ્રમની વડિલો અને વળક્ષોના શુભાર્થે આગામી તા.૨૩મીથી યોજાનારી પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા અંગે સુપ્રસિદ્ધ અતુલ મોટર્સના હરીશભાઈ ચાંદ્રાએ પોતાનો રાજીપો વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, ‘‘સદભાવનાની માવતારોને સાચવવાની પ્રવળત્તિ લાજવાબ છે. હવે સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા દેશનો સૌથી મોટો વળદ્ધાશ્રમ નિર્માણ થવા જઈ રહ્યો છે ત્‍યારે અનેક માવતરોના સદભાવના વળદ્ધાશ્રમનાં સેવકો, દાન દાતાઓ અને વળદ્ધાશ્રમમાં વડીલોની મુલાકાતે આવતા સૌ કોઈને આશીર્વાદ મળશે. આપણા મનમાં વળદ્ધાશ્રમનો જે ખ્‍યાલ હોય છે તે સદભાવના વળદ્ધાશ્રમની મુલાકાત લેતા સાવ બદલાઈ જાય છે, કારણ કે સદભાવનામાં જે રીતે માવતરોની સેવા થાય છે એ અભૂતપૂર્વ છે. હવે સૌથી મોટો વળદ્ધાશ્રમ તેઓ નિર્માણ કરી રહ્યા છે એ સેવાક્ષેત્રનું બહુ મોટું કદમ ગણાય. આ સાથે સદભાવના વળદ્ધાશ્રમ  દ્વારા વળક્ષારોપણ ક્ષેત્રે જે કામ થઈ રહ્યું છે એ ગુજરાત અને દેશને હરિયાળા બનાવવામાં નિમિત બનશે. બળદ આશ્રમ તથા શ્વાન આશ્રમ જેવી સેવા પણ સદભાવના દ્વારા થઈ રહી છે જે અભિનંદનને પાત્ર છે. પૂ.મોરારીબાપુએ સદભાવનાને રામ કથા આપી છે અને બાપુ ૧૨ વર્ષ પછી રાજકોટમાં કથા લઈને આવી રહ્યા છે ત્‍યારે એમની દિવ્‍ય ઉર્જાનો આપણને સૌને લાભ મળશે તો સૌ કોઈ કથાનું રસ પાન કરવા અવશ્‍ય પધારે.

 મૂળ ગોંડલના અને છેલ્લા ૪૩ વર્ષથી દુબઈમાં વ્‍યવસાય અર્થે વસેલા ઉમેશભાઈ આશર સદભાવનાની માનસ રામકથા માટે ખાસ રાજકોટ આવ્‍યા છે. પૂ. મોરારિ બાપુની માનસ સદભાવના વૈશ્વિક રામકથા માટે ખાસ દુબઈથી પધારેલા ઉમેશભાઈ આશરે  જણાવ્‍યું કે, ‘‘સદભાવના વળદ્ધાશ્રમમાં માવતરોની જે રીતે સારસંભાળ લેવામાં આવે છે એ જોઈને એવું લાગે કે આપણે આપણા માતા-પિતાની પણ આ રીતે કાળજી લઈ શકીએ કે કેમ?'' તેઓ કેટલાય વર્ષોથી પૂ.મોરારિબાપુની કથા સાથે સંકળાયેલા છે અને સદભાવનાની વળદ્ધાશ્રમ તથા વળક્ષારોપણની પ્રવળત્તિનાં પોતે ચાહક છે.

ઉમેશભાઈએ પિપળીયા ભવનની મુલાકાત લીધા પછી ખૂબ પ્રસન્નતા વ્‍યક્‍ત કરી અને જણાવ્‍યું હતું કે, ‘‘સદભાવના વળદ્ધાશ્રમ, પીપળીયા ભવનમાં જે રીતે માવતારોની અને ખાસ કરીને બીમાર અશક્‍ત દિવ્‍યાંગ વડિલોની સેવા અને સારવાર થઈ રહી છે, એવું કદાચ આપણે ઘરમાં આપણા  માવતારો માટે કરી શકીએ કે કેમ એ મોટો સવાલ છે.''

ઉમેશભાઈએ સદભાવનાની બળદ આશ્રમ અને શ્વાન આશ્રમની પ્રવળત્તિના પણ ખૂબ વખાણ કર્યા અને તેમનું મિત્ર મંડળ રામકથા માટે દુબઈ મસ્‍કતથી આવી રહ્યું હોવાની માહિતી પણ આપી હતી.(૨.૧૭)

 

 

ચક્ષુદાન, દેહદાન, સ્‍કીનદાનની તક

જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા રામકથામાં વિશેષ સેવા

રાજકોટ તા. ર૧ :.. સદભાવના વળદ્ધાશ્રમ વડિલો અને વળક્ષોના લાભાર્થે તા.૨૩મી નવેમ્‍બરથી યોજાનારી માનસ સદભાવના રામકથાના સ્‍થળ પર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા ચક્ષુદાન,દેહદાન,સ્‍કીન ડોનેશન વગેરેનો સેવાયજ્ઞ શરૂ થશે.

જનકલ્‍યાણ ટ્રસ્‍ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાએ જણાવ્‍યું કે, ‘સદભાવનાની પૂ.મોરારિબાપુની કથા અવસરે ચક્ષુદાન, દેહદાન, સ્‍કીન ડોનેશન જેવી પ્રવળત્તિ કથા મંડપ પાસે થશે ઉલ્લેખનીય છે કે જનકલ્‍યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની  સેવા પ્રવળત્તિ થઈ રહી છે કથા સ્‍થળ આંગણે ચક્ષુદાન, સ્‍કીન ડોનેશન કરવા ઇચ્‍છુક સેવા ભાવિઓને સંકલ્‍પપત્ર ભરી આપવામાં આવશે અને લેમિનેટેડ કાર્ડ પણ તૈયાર કરી દેવાશે.'

ઉલ્લેખનીય છે કે જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા અત્‍યાર સુધીમાં ૫૯૪ ચક્ષુદાન ૨૦ સ્‍કીન ડોનેશન અને ૫૭ દેહદાન કરાવવામાં આવ્‍યા છે વધુ માહિતી માટે ઉમેશભાઈ મહેતા મો.૯૪૨૮૫ ૦૬૦૧૧નો સંપર્ક કરવા જણાવાયું છે. (પ-ર૭)

(4:13 PM IST)