<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

નિયોજેન કેમિકલ્‍સની શ્રેષ્‍ઠ કામગીરી : નફો ૩૮ ટકા વધ્‍યો

મુંબઇ, તા.૨૧: નિયોજેન કેમિકલ્‍સ લિમિટેડ (નિયોજેન) દ્વારા ૩૦મી સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક માટે મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી છે.

Q2 FY25માં BuLi કેમના વળદ્ધિકીય યોગદાન સાથે મુખ્‍ય વેપારમાં વધતા વોલ્‍યુમથી મહેસૂલ ૨૦ ટકા વધીને રૂ. ૧૯૩ કરોડે પહોંચી છે. આ નબળ પ્રાઈસિંગ સહિત પડકારજનક સંચાલન વાતાવરણમાં હાંસલ કરાયું હતું. એગ્‍કેમમાં નરમાશ અન્‍ય અંતિમ ઉપયોગના એપ્‍લિકેશન્‍સ માટે હકારાત્‍મક માગણીના પ્રવાહથી આંશિક ઓછી થઈ હતી. નિયોજેન આયોનિક્‍સે (બેટરી કેમિકલ્‍સ) લિથિયમ સોલ્‍ટ્‍સ અને ઈલેક્‍ટ્રોલાઈટ્‍સનું આરંભિક કમર્શિયલ વેચાણ નોંધાવીને મજબૂત આરંભિત ગ્રાહક પ્રતિસાદ પ્રાપ્‍ત કર્યો છે. આગામી નાણાકીય વર્ષથી સક્ષમ વળદ્ધિ પ્રેરિત કરવા માટે તે ઉત્તમ સ્‍થિતિમાં છે.

ઈબીઆઈટીડીએ રૂ. ૩૫ કરોડ સાથે વર્ષ દર વર્ષ ૩૩ ટકા વધી છે. આ સુધારણા ઉચ્‍ચ પ્‍લાન્‍ટ થ્રુપુટ અને ઉત્તમ સંચાલન કાર્યક્ષમતાના ભાગરૂપ હતી. હવે સક્ષમ નફાશક્‍તિ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરાશે. માર્જિન નિયોજેન આયોનિક્‍સ લિમિટેડ ખાતે નબળા પ્રાઈસિંગ વાતાવરણ અને સ્‍ટાર્ટ-અપ સંબંધી ખર્ચમાં પણ ૧૭.૯ ટકા સાથે ઉત્તમ રહયા છે.

વેરા પછીનો નફો ૩૮ ટકા વધીને રૂ. ૧૧ કરોડ થયો છે. મજબૂત સંચાલન કામગીરીએ મજબૂત વેરા પછીના નફામાં વળદ્ધિ પ્રેરિત કરી છે. બેટરી કેમિકલ્‍સમાં વધતી કેપેક્‍સ ઘનતા આગળ જતાં ઉચ્‍ચ ખાધ અને વ્‍યાજ ખર્ચ પ્રેરિત કરવાની અપેક્ષા છે.(

(4:43 PM IST)