News of Thursday, 21st November 2024
તેલંગાણાઃ જાહેર ક્ષેત્રની બેંકમાંથી રૂ. ૧૩.૬ કરોડની કિંમતના ૧૯ કિલોથી વધુ સોનાના દાગીનાની ચોરી
ચોરો ગેસ કટર વડે બારી કાપીને રાયપાર્ટી મંડળ સ્થિત બેંક શાખામાં પ્રવેશ્યા

નવી દિલ્હી, તા.૨૧: તેલંગાણાના વારંગલ જિલ્લામાં જાહેર ક્ષેત્રની બેંકમાંથી રૂ. ૧૩.૬ કરોડની કિંમતના ૧૯ કિલોથી વધુ સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ જાણકારી પોલીસને આપી. પોલીસે જણાવ્યું કે, ચોરો ગેસ કટર વડે બારી કાપીને રાયપાર્ટી મંડળ સ્થિત બેંક શાખામાં પ્રવેશ્યા અને મુખ્ય તિજોરીમાંથી આશરે ૧૯.૫ કિલો વજનના સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટયા.
બેંક કર્મચારીઓને ચોરીની જાણ થઈ અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો. ચોર એટલા હોશિયાર હતા કે તેઓએ સીસીટીવી તોડી નાખ્યા એટલું જ નહીં, ડીવીઆર પણ સાથે લઈ ગયા.
પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાને નુકસાન થયું હતું અને ચોરો બેંકમાંથી ડિજિટલ વિડિયો રેકોર્ડર (ડીવીઆર) પણ લઈ ગયા હતા, હાલમાં પોલીસ દ્વારા ચોરોને પકડવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
