News of Thursday, 21st November 2024
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે AAPની પહેલી યાદી જાહેર

નવી દિલ્હી, તા. ૨૧ :દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. આજે આમ આદમી પાર્ટીની PACની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા બાદ પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. AAPની પ્રથમ યાદીમાં કુલ ૧૧ ઉમેદવારોના નામ છે. આમ આદમી પાર્ટીએ અન્ય પાર્ટીઓના ઘણા નેતાઓને પણ ટિકિટ આપી છે. હાલમાં જ ભાજપ છોડીને છછઁમાં જોડાયેલા અનિલ ઝાનું નામ પણ છે.
૧૧ ઉમેદવારોના નામ બહાર આવ્યા
બ્રહ્મા સિંહ તંવર છતરપુરથી ચૂંટણી લડશે
અનિલ ઝા કિરારીથી AAPના ઉમેદવાર હશે
દીપક સિંઘલા વિશ્વાસ નગરથી ચૂંટણી લડશે
સરિતા સિંહ રોહતાસ નગરથી AAPના ઉમેદવાર હશે
બીબી ત્યાગી લક્ષ્મી નગરથી AAPના ઉમેદવાર હશે
રામ સિંહ નેતાજી બાદરપુરથી ઉમેદવાર હશે
ઝુબેર ચૌધરી સીલમપુરથી AAPના ઉમેદવાર હશે
વીર સિંહ ધીંગાન સીમાપુરીથી ચૂંટણી લડશે
ગૌરવ શર્મા ઘોંડાથી ચૂંટણી લડશે
મનોજ ત્યાગી કરવલ નગરથી AAPના ઉમેદવાર હશે
સોમેશ શૌકીન મટિયાલાથી AAPના ઉમેદવાર હશે.
આમ આદમી પાર્ટીએ જે નેતાઓને ટિકિટ આપી છે તેમાં બ્રહ્મ સિંહ તંવર અને અનિલ ઝા તાજેતરમાં જ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બીબી ત્યાગી ૫ નવેમ્બરે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઝુબેર ચૌધરી થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વીર સિંહ ધીંગાન પણ એક અઠવાડિયા પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સોમેશ શૌકીન પણ તાજેતરમાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
