<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

શું કૈલાશ માનસરોવર યાત્રા ઉત્તરાખંડથી ફરી શરૂ થશે ?

બ્રાઝિલમાં જી-૨૦ શિખર સંમેલન દરમિયાન ભારત અને ચીનના વિદેશ મંત્રી મળ્યા ત્યારે તેઓએ કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા પર વાતચીત થઇ

નવીદિલ્હી: કૈલાશ માનસરોવર, તિબેટમાં છે અને તે હિન્દુઓનું એક મોટું ધાર્મિક સ્થળ મનાય છે. પારંપારિક રૂપથી કૈલાશ માનસરોવર યાત્રા ઉત્તરાખંડના ધારચૂલા થઈને લિપુલેખને પાર કરી થતી રહી છે. પરંતુ ત્યાર પછી સિક્કિમથી નાથુલા  પાર કરીને પણ કૈલાશ માનસરોવર પહોંચવાનો રસ્તો ખોલવામાં આવ્યો હતો. છેલ્લી યાત્રા વર્ષ- ૨૦૧૯ માં થઈ હતી. ત્યાર પછી કોવીડને કારણે તે બંધ થઈ ગઈ હતી. કોવીડ ખતમ થતાં પહેલાં જ લદાખમાં એલએસી પર ભારત ચીન વચ્ચે સરહદી વિવાદ શરૂ થતાં ભારત ચીનના સંબંધ બગડ્યા ત્યારથી આ યાત્રા બંધ છે.

    બ્રાઝિલમાં જી-૨૦ શિખર સંમેલન દરમિયાન જ્યારે ભારત અને ચીનના વિદેશ મંત્રી મળ્યા ત્યારે તેઓએ કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા પર વાતચીત કરવી હતી. કૈલાશ માનસરોવર યાત્રા માત્ર ધાર્મિક આસ્થા નહી, પરંતુ તે ભારત- ચીન બોર્ડર વિસ્તારમાં રહેવાવાળા લોકોની રોજી-રોટ (વાર્ષિક રૂ.૨૦ કરોડનો વ્યાપાર) પણ રહી છે. હવે ફરીથી આશા જાગી છે કે, કૈલાશ માનસરોવરની યાત્રા શરૂ થતા ભારત અને ચીનના સરહદી વિસ્તારોમાં આવેલા ગામડાઓના લોકોને વેપાર ધંધો ફરીથી શરૂ થશે.

(11:02 PM IST)