News of Saturday, 23rd November 2024
મહિલાના પેટમાં ૭ કિલોની ૩૦ ઇંચની ગાંઠ હતી : ડોક્ટરે ઓપરેશન કરીને કાઢી
મહિલા સર્જરી વિભાગમાં તેનો સી.ટી. સ્કૅન કરાયો ત્યારે દુખાવાનું મૂળ મળ્યું

હરદોઈ, તા.૨૩: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના નિઝામપુર ગામની ૩૩ વર્ષની શહાનાને થોડા સમયથી પેટમાં દુઃખાવો રહેતો હતો. બહુ ડૉક્ટર બદલ્યા, પણ દુઃખાવામાં કોઈ ફેર નહોતો પડયો. છેવટે શહાના હરદોઈની મેડિકલ કૉલેજમાં બતાવવા ગઈ. મહિલા સર્જરી વિભાગમાં તેનો સી.ટી. સ્કૅન કરાયો ત્યારે દુઃખાવાનું મૂળ મળ્યું. તેના પેટમાં ૨૦ ઇંચની ગાંઠ હતી એટલે દુખાવો થતો હતો. મેડિકલ કૉલેજનાં ડૉક્ટર મધુરિકાએ ઑપરેશન કરીને શહાનાના પેટમાંથી ગાંઠ કાઢી નાખી. એ ગાંઠ ૭ કિલોની હતી. સી.ટી સ્કૅનમાં ૨૦ ઇંચની લાગતી ગાંઠ ઑપરેશન કરીને કાઢી ત્યારે ૩૦થી ૩૫ ઇંચની થઈ ગઈ હતી.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
