<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

PM મોદીને અમેરિકામાં મળશે ‘વિશ્વ શાંતિ પુરસ્‍કાર' ભારતીય - અમેરિકી લઘુમતી સંગઠને કર્યુ એલાન

આ પુરસ્‍કાર તેમને વિશ્વમાં શાંતિ માટે અને સમુદાયોમાં સામાજિક સમરસતા લાવવા, સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ માટે તેમના પ્રયાસો માટે આપવામાં આવશે

વોશિંગ્‍ટનઃ વડાપ્રધાન મોદીને વિશ્વ શાંતિ પુરસ્‍કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ તેમને અમેરિકામાં આપવામાં આવશે. ઇન્‍ડિયન અમેરિકન માઇનોરિટીઝ એસોસિએશન (AIAM) એ મેરીલેન્‍ડના સ્‍લિગો સેવન્‍થ ડે એડવેન્‍ટિસ્‍ટ ચર્ચ દ્વારા આ જાહેરાત કરી છે. તે એક એનજીઓ છે. આ પગલું ભરવાનો હેતુ અમેરિકામાં ભારતીય લઘુમતી સમુદાયના લોકોને તેમના કલ્‍યાણને પ્રોત્‍સાહન આપવા માટે એક થવાનો છે. પીએમ મોદીને વિશ્વ શાંતિ અને સમાજને એક કરવા માટેના પ્રયાસો માટે આ એવોર્ડ આપવામાં આવશે.

અમેરિકામાં ભારતીય-અમેરિકનોએ એક થઈને એક નવું લઘુમતી સંગઠન શરૂ કર્યું છે. મેરીલેન્‍ડમાં સ્‍લિગ સેવન્‍થ ડે એડવેન્‍ટિસ્‍ટ ચર્ચ ખાતે શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન એસોસિયેશન ઓફ ઈન્‍ડિયન-અમેરિકન માઈનોરિટીઝ (AIAM)નું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. આ સંસ્‍થાનો ઉદ્દેશ્‍ય ભારતીય-અમેરિકન વસાહતીઓમાં લઘુમતીઓને એકસાથે લાવવાનો અને તેમની સારી સ્‍થિતિ માટે કામ કરવાનો છે.

આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને લઘુમતીઓના ઉત્‍થાન માટે વોશિંગ્‍ટનમાં માર્ટિન લ્‍યુથર કિંગ જુનિયર ગ્‍લોબલ પીસ એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવશે. આ એવોર્ડ વોશિંગ્‍ટન એડવેન્‍ટિસ્‍ટ યુનિવર્સિટી અને AIAM દ્વારા સંયુક્‍ત રીતે આપવામાં આવશે. જેનો ઉદ્દેશ્‍ય લઘુમતીઓના કલ્‍યાણની સાથે તેમના સમાવેશી વિકાસનો છે.

 જાણીતા પરોપકારી જસદીપ સિંહને ખ્‍ત્‍પ્‍ના સ્‍થાપક અને અધ્‍યક્ષ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. લઘુમતી સમુદાયને પ્રોત્‍સાહિત કરવા માટે તેમાં ૭ સભ્‍યોનું બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ પણ છે. તેમાં બલજિન્‍દર સિંઘ, ડૉ. સુખપાલ ધનોઆ (શીખ), પવન બેઝવાડા અને એલિશા પુલિવર્તી (ખ્રિસ્‍તી), દીપક ઠક્કર (હિંદુ), જુનેદ કાઝી (મુસ્‍લિમ) અને ભારતીય વણકર નિસિમ રિવબેન શાલનો સમાવેશ થાય છે.

આ સંગઠન પીએમ મોદીના નેતળત્‍વમાં ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સંકલ્‍પોથી પ્રભાવિત છે. જસદીપ સિંહે કહયું કે પીએમ મોદીના નેતળત્‍વમાં ભારત તમામ પ્રકારનો સમાવેશી વિકાસ કરી રહયું છે. જેમાં તમામ ધર્મના લોકોને સમાન તક મળી રહી છે. દરમિયાન, ભારતીય લઘુમતી મહાસંઘના સંયોજક અને સંસદ સભ્‍ય સતનામ સિંહ સંધુએ પીએમ મોદીની પારદર્શિતાની પ્રશંસા કરી છે. તેમણે કહ્‍યું કે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની ભાવનાએ સમુદાયોમાં એકતા વધારવાનું કામ કર્યું છે.

(10:03 AM IST)