<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

સંજય રાઉતનો ભાજપ પર મોટો આરોપ, કહયું : ‘મહારાષ્ટ્ર મેં કુછ તો ગડબડ હૈ'

મુંબઇ, તા.૨૩: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના શરૂઆતી પરિણામોને રાજકીય માહોલ ગરમાયો છે. જેને લઈને શિવસેના નેતા સંજય રાઉતે કહયું કે, અમે મહારાષ્ટ્રના લોકોનો મૂડ જાણીએ છીએ. તેઓએ અમારી ૪-૫ બેઠકો ચોરી લીધી છે. દરેક મતવિસ્‍તારમાં નોટોની મશીન લગાવવામાં આવ્‍યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્‍ચે શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉત તરફથી એક મોટું નિવેદન આવ્‍યું છે. તેણે કહયું કે, કંઈક ખોટું છે. જણાવી દઈએ કે, હાલમાં મહાયુતિ ૨૧૫ સીટો પર આગળ ચાલી રહી છે. જ્‍યારે MVA ૬૧ સીટો પર આગળ છે. સંજય રાઉતે કહયું કે, આ લોકોનો મૂડ નથી. આ નિર્ણય જનતાનો નિર્ણય નથી, બે દિવસ પહેલા અદાણી વિરૂદ્ધ વોરંટ બહાર પાડવામાં આવ્‍યું હતું, જેમાં ભાજપની આખી ઓળખ છતી થઈ હતી, તેના પરથી ધ્‍યાન હટાવવા માટે આ બધું કરવામાં આવ્‍યું છે.

સંજય રાઉતે આરોપ લગાવ્‍યો કે, મુંબઈ ગૌતમ અદાણીના ખિસ્‍સામાં જઈ રહ્‍યું છે. અમે મહારાષ્ટ્રના લોકોનો મૂડ જાણતા હતા. તેઓએ અમારી ૪-૫ બેઠકો ચોરી લીધી છે. દરેક મતવિસ્‍તારમાં નોટ મશીન લગાવવામાં આવ્‍યા હતા, જે રાજ્‍યમાં બેઈમાની સૌથી વધુ થાય છે, ત્‍યાંના લોકો બેઈમાન નથી.

(2:49 PM IST)