તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 26th November 2024
ચોટીલા પાસે ગોઝારો અકસ્માતઃ લીંબડી શિયાણી ગામના ૪ દેરાણી-જેઠાણીના મોતઃ ૧૮ને ઇજા
૬૫ વર્ષના મંજુબેન રેથરીયાના નાનપણમાં ગુજરી ગયેલા દિકરાનું પિતૃકાર્ય કરવા શીયાણી-દેવળીયા ગામેથી રેથરીયા (કોળી) પરિવારના ૨૫ જેટલા સદસ્યો ગીર સોમનાથ જવા રવાના થયા હતાં: રાત્રે આપાગીગાના ઓટલા પાસે ઘટના : મગજીબેન ગોબરભાઇ રેથરીયા (ઉ.વ.૭૦)નું રાજકોટમાં મૃત્યુઃ મંજુબેન ઘનશ્યામભાઇ રેથરીયા (ઉ.વ.૬૫), ગલાલબેન કાળુભાઇ રેથરીયા (ઉ.વ.૬૦) અને ગોૈરીબેન પાંચાભાઇ રેથરીયા (ઉ.વ.૬૮)ના ઘટના સ્થળે મૃત્યુઃ બોલેરોના ચાલક દશરથભાઇ રેથરીયા સહિત ૧૮ ઘાયલોને રાજકોટ સિવિલમાં ખસેડાયા : ચારેય દેરાણી જેઠાણીના પતિ ખેત મજૂરી કરે છેઃ કુલ પાંચ ભાઇઓનો પરિવારઃ મૃતક પૈકી ગલાલબેનનો એક પુત્ર અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે બોલેરો ચાલક દશરથભાઇએ કહ્યું-અમે અમારી સાઇડમાં હતાં, રોડ આડે ઓચીંતો ટ્રક આવી જતાં અકસ્માત થયો : ચાર સગા ભાઇઓએ એક સાથે પત્નિઓને ગુમાવીઃ પરિવારમાં શોકની કાલીમા : બોલેરો પીકઅપ રોડ પર ઓચિંતા ધસી આવેલા ટ્રક સાથે અથડાતાં મરણચીસો ગાજી

ચોટીલા પાસે અકસ્માતમાં ઘાયલ ૧૯ લોકોને ખસેડાયા હતાં. જે પૈકી મગજીબેન રેથરીયાનું રાજકોટમાં મૃત્યુ થયું હતુંં. બાકીનાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં તે તમામ ઘાયલો જાઇ શકાય છે
રાજકોટ તા. ૨૬: ચોટીલા નજીક આપાગીગાના ઓટલા તરીકે ઓળખાતી જગ્યા પાસે રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં લીંબડીના શીયાણી ગામેથી ગીર સોમનાથ જઇ રહેલી બોલેરો પીકઅપ ગાડી આડે રોડ પર ઓચીંતો ટ્રક આવી જતાં બંને વાહનો ધડાકાભેર અથડાતાં મરણચીસો ગાજી ઉઠી હતી. પિતૃ કાર્ય માટે ગીર સોમનાથ જઇ રહેલા શીયાણી, દેવળીયા ગામના રેથરીયા-કોળી પરિવારના પચ્ચીસ જેટલા સભ્યોમાંથી ૩ વૃધ્ધાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. જ્યારે એક વૃધ્ધાએ રાજકોટમાં દમ તોડી દેતાં મૃત્યુઆંક ૪ થયો હતો. આ ચારેય મૃતક વૃધ્ધાઓ સગા દેરાણી-જેઠાણી થતાં હતાં. તેમના પરિવારના ૧૮ સભ્યોને નાની મોટી ઇજાઓ થતાં તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં બોલેરો પીકઅપના ચાલકનો પણ સમાવેશ થાય છે. રેથરીયા પરિવારની પોતાની જ બોલેરો હોઇ તેમાં બેસીને રાતે બધા રવાના થયા હતાં અને સાડા અગિયારેક વાગ્યે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં લીંબડીના શીયાણી ગામના મંજુબેન ઘનશ્યામભાઇ રેથરીયા (ઉ.વ.૬૫), ગોૈરીબેન પાંચભાઇ રેથરીયા (ઉ.વ.૬૮), ગલાલબેન કાળુભાઇ રેથરીયા (ઉ.વ.૬૦)ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતાં. જ્યારે મગજીબેન ગોબરભાઇ રેથરીયા (ઉ.વ.૭૦) જે આ ત્રણેયના સગા જેઠાણી હતાં તેમનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થતાં મૃત્યુ આંક ૪ થઇ ગયો હતો. ગોઝારા અકસ્માતને પગલે રેથરીયા પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.
વધુ માહિતી મુજબ આ અકસ્માતમાં મૃત્યુ પામનારા મંજુબેન ઘનશ્યામભાઇ રેથરીયાના પુત્રનું નાનપણમાં જ અવસાન થઇ ગયું હતું. તેનું પિતૃકાર્ય કરવાનું પરિવારજનોએ નક્કી કર્યુ હોઇ અને આ કાર્ય સોમનાથ ખાતે આજે મંગળવારે કરવાનું હોઇ રાતે રેથરીયા પરિવારના શીયાણી અને બાજુના દેવળીયા ગામે રહેતાં ૨૫ જેટલા કુટુંબીજનો પોતાની જ બોલેરો પીકઅપ ગાડીમાં બેસીને સોમનાથ જવા માટે રવાના થયા હતાં. રાતે સાડા દસેક વાગ્યે શીયાણીથી નીકળ્યા બાદ સાડા અગિયાર આસપાસ તેઓ ચોટીલાથી આગળ આપાગીગાના ઓટલા નજીક પહોંચ્યા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
જેમાં ત્રણના ઘટના સ્થળે અને એક વૃધ્ધાનુ઼ રાજકોટમાં મૃત્યુ થયું હતું. ઘાયલ થયેલા ૧૮ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયેન્દ્રસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, તોફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
રાજકોટ ખસેડાયેલા ઇજાગ્રસ્તોમાં બોલેરો પીકઅપના ચાલક દશરથભાઇ ગોબરભાઇ રેથરીયા (ઉ.વ.૪૫) તથા સાથેના ભુપતભાઇ રેથરીયા (ઉ.વ.૭૫), ગણપતભાઇ કાળુભાઇ રેથરીયા (ઉ.વ.૪૬), ચીકાભાઇ શંકરભાઇ રેથરીસયા (ઉ.વ.૬૨), મનજીભાઇ સગુભાઇ રેથરીયા (ઉ.વ.૬૫), રમેશભાઇ ઘનશ્યામભાઇ રેથરીયા (ઉ.વ.૩૨), રંજનબેન ખોડાભાઇ રેથરીયા (ઉ.વ.૫૦), રાહુલભાઇ ખોડાભાઇ રેથરીયા (ઉ.વ.૫૦), રમેશભાઇ ઘનશ્યામભાઇ રેથરીયા (ઉ.વ.૩૨), રાહુલ ખોડાભાઇ રેથરીયા (ઉ.વ.૨૪), વિશાલ રાજુભાઇ રેથરીયા (ઉ.વ.૧૨), માવજીભાઇ કાળુભાઇ રેથરીયા (ઉ.વ.૫૦), બટુકભાઇ ગંગારામભાઇ રેથરીયા (ઉ.વ.૫૪), ઘનશ્યામભાઇ લક્ષમણભાઇ રેથરીયા (ઉ.વ.૬૯), કરમશીભાઇ દેવાભાઇ રેથરીયા (ઉ.વ.૬૨), માજુબેન કાળુભાઇ રેથરીયા (ઉ.વ.૬૦), ગોબરભાઇ લક્ષમણભાઇ રેથરીયા (ઉ.વ.૬૮) અને ગીતાબેન દશરથભાઇ રેથરીયા (ઉ.વ.૪૫)નો સમાવેશ થાય છે. આ તમામને નાની મોટી ઇજાઓ પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વધુ માહિતી અનુસાર આ અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા મગજીબેન રેથરીયાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેમનો પુત્ર દશરથભાઇ વાહન હંકારી રહ્યો હતો. જ્યારે ગલાલબેન રેથરીયાને સંતાનમાં ત્રણ પુત્ર છે, જે પૈકી એક પુત્ર અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. જ્યારે મંજુબેન રેથરીયાને સંતાનમાં એક પુત્ર અને ગોૈરીબેન રેથરીયાને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. આ ચારેય સગા દેરાણી-જેઠાણી થતાં હતાં. ચારેયના પતિ અને અન્ય એ ભાઇ ખોડાભાઇ રેથરીયા મળી કુલ પાંચ ભાઇઓના કુટુંબમાં ચાર સગા ભાઇઓએ પોતાના પત્નિઓને એક સાથે ગુમાવી દેતાં પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દસ સંતાનોએ એક સાથે માતાઓ ગુમાવતાં શોકની કાલીમા
ઞ્જઆ ગોઝારા અકસ્માતમાં ચાર સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા છે. આ ચારેયના મૃત્યુને કારણે તેમના દસ સંતાનો મા વિહોણા થઇ ગયા છે. મગજીબેનને એક પુત્રી અને બે પુત્ર, ગલાલબેનને ત્રણ પુત્ર, મંજુબેનને એક પુત્ર અને ગોૈરીબેનને એક પુત્રી અને બે પુત્ર છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
