<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ર૦ર૬માં બગસરામાં ‘માનસ મેઘાણી' કથાઃ પૂ. મોરારીબાપુ

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનુ દરેક સ્‍મરણ અને સ્‍મૃતિ-સ્‍થળ મારા માટે તિર્થ સમાન છે રાજકોટમાં ‘રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં. ૮ માં શ્રધ્‍ધાસુમન અર્પણ કરતા પૂ. મોરારીબાપુઃ ‘છેલ્લો કટોરો...' કાવ્‍યનું પૂ. મોરારીબાપુએ ગાયન કર્યુ

રાજકોટ તા. ર૬ :.. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્‍યાવસ્‍થાની લીલાભૂમિ રાજકોટના સદર વિસ્‍તારમાં આવેલી ૧૫૫-વર્ષ જૂની ઐતિહાસિક રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર ૮માં વિશ્વવિખ્‍યાત સંત-કથાકાર, સંસ્‍કળતિ-સાહિત્‍ય-સંગીત-શિક્ષણ-પ્રેમી પૂ. મોરારિબાપુએ પાવન પગલાં પાડીને આશીર્વાદ આપ્‍યાં હતાં. ઝવેરચંદ મેઘાણીનું દરેક સ્‍મરણ અને સ્‍મળતિ-સ્‍થળ પોતાના માટે તીર્થ સમાન છે તેમ તેઓએ લાગણીભેર જણાવ્‍યું હતું.

ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મળતિમાં એમના વડવાઓનું વતન બગસરા (જિ. અમરેલી) ખાતે વર્ષ ૨૦૨૬માં ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યતિથિ - ૦૯ માર્ચ આસપાસ માનસ મેઘાણી કથાનો મનોરથ પૂ. મોરારિબાપુએ વ્‍યક્‍ત કર્યો હતો.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના ણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ પૂ. મોરારિબાપુનું ભાવભર્યું સ્‍વાગત કરીને હ્ર દયથી આભાર માન્‍યો હતો. 

ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ ઉપરાંત ખ્‍યાતનામ લોકકલાકારો ધીરુભાઈ સરવૈયા અને લલિતાબેન ઘોડાદ્રા, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ-ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, પヘમિ ગુજરાત વીજ કંપની લિ.ના કંપની સેક્રેટરી હાર્દિકભાઈ ચૌહાણ, મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ, પૂ. સંત જલારામબાપા (વીરપુર) પરિવારના ભરતભાઈ ચાંદ્રાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના યુઆરસી શૈલેષભાઈ પાડલીયા, સીઆરસી મનિષાબેન ચાવડા, ભરતભાઈ કાનગડ, વિમલભાઈ રૈયાણી અને ઈલાબેન મોરી, આચાર્ય પૂર્વીબેન ગાંધી અને માલતીબેન વ્‍યાસ-જોષી, શિક્ષકો સેજલબેન પરમાર, મનિષભાઈ ભાલાળા અને દમયંતીબેન બોરડ, જન્‍મભૂમિ ચોટીલાથી કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, ઉગ્રસેનસિંહ ગોહિલ અને ભરતસિંહ ડાભી, કર્મભૂમિ રાણપુરથી રમેશભાઈ બદ્રેશિયા, સગુણાબેન નલીનભાઈ ભટ્ટ, તુષારભાઈ ભટ્ટ, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના અનવરભાઈ ઠેબા, મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ (આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલ)ના કળષ્‍ણકાંતભાઈ દેસાઈ, સંગીતની દુનિયાના નિલેશભાઈ વાવડીયા, ધીરેન્‍દ્રભાઈ ગોંડલીયા, વાલજીભાઈ પિત્રોડા, પિયૂષભાઈ જાવિયા, સુનિતા કોઠામડીની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

અહીં સ્‍થાપિત મેઘાણી-પ્રતિમાને પૂ. મોરારિબાપુએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. મેઘાણીગાથા પ્રદર્શન, મેઘાણી-સાહિત્‍ય કોર્નર અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બાળ પુસ્‍તકાલયને રસપૂર્વક નિહાળીને રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.

૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઈંગ્‍લેન્‍ડ જઈ રહેલા મહાત્‍મા ગાંધીની મનોવ્‍યથાનું સચોટ નિરૂપણ કરતું ઝવેરચંદ મેઘાણી રચિત અમર કાવ્‍ય છેલ્લો કટોરોનું પૂ. મોરારિબાપુએ હૃદયસ્‍પર્શી આચમન કર્યું ત્‍યારે અનેકની આંખો આંસુભીની થઈ ગઈ હતી.  ઐતિહાસિક સ્‍મળતિ-સ્‍થળને જીવંત રાખવા બદલ પિનાકી મેઘાણીને અભિનંદન આપ્‍યા હતા

જ્‍યાંથી ૧૯૦૧માં ઝવેરચંદ મેઘાણીએ શાળા-શિક્ષણનો આરંભ કર્યો હતો તે રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તે સમયની આ ઐતિહાસિક તાલુકા શાળાનો ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત સુયોગ્‍ય રીતે જીર્ણોધ્‍ધાર કરવામાં આવ્‍યો છે જે ખાસ ઉલ્લેખનીય છે.

(11:59 AM IST)