<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ભારતીય બંધારણની ૭૫મી વર્ષગાંઠના શુભ અવસરે સંવિધાન દિવસની શુભેચ્‍છાઃનરેન્‍દ્રભાઇ

દેશવાસીઓને શુભકામના પાઠવતા વડાપ્રધાનઃ સાંજે સુપ્રીમમાં સંબોધન

નવી દિલ્‍હીઃ તા. ૨૬: આજે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર પીએમ મોદીએ દેશવાસીઓને સંવિધાન દિવસની શુભેચ્‍છા પાઠવી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ‘X' પર એક પોસ્‍ટ પણ કરી છે. તેમણે પોતાની પોસ્‍ટમાં લખ્‍યું છે કે, ભારતીય બંધારણની ૭૫મી વર્ષગાંઠના શુભ અવસર પર તમામ દેશવાસીઓને સંવિધાન દિવસના ખૂબ ખૂબ અભિનંદનઆ વર્ષે બંધારણ અપનાવવાના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે.

આ અવસરે જૂના સંસદ ભવનના સેન્‍ટ્રલ હોલમાં મુખ્‍ય સમારોહનું આયોજન કરવામાં આવેલ, જેને હવે બંધારણ ગળહ કહેવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાષ્‍ટ્રપતિ, ઉપરાષ્‍ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા અધ્‍યક્ષ, કેન્‍દ્રીય મંત્રીઓ, સંસદ સભ્‍યો અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેલ. ભારતના બંધારણને અપનાવવાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના મહત્ત્વના અવસર પર પીએમ મોદી સાંજે ૫ વાગ્‍યે સુપ્રીમ કોર્ટના વહીવટી ભવન સંકુલના ઓડિટોરિયમમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ ભારતીય ન્‍યાયતંત્રનો વાર્ષિક અહેવાલ (૨૦૨૩-૨૪) બહાર પાડશે. આ પ્રસંગે તેઓ ઉપસ્‍થિત જનમેદનીને સંબોધશે. આ કાર્યક્રમનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અન્‍ય ન્‍યાયાધીશો પણ હાજર રહેશે.

(4:32 PM IST)