<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

યુવાવર્ગ રાતચર્યા સુધારે

રાજકોટઃ પૂ. મોરારિબાપુના ચૂંટેલા વચનો પ્રસ્‍તુત છે.

* વ્‍યવસ્‍થા હોવી જોઈએ વિષમતા ન હોવી જોઈએ.

* અપેક્ષા ન રાખો નહીં તો અશાંતિ વધશે.

* તમે મારા છો, હું તમારો છું.

* ફળની અપેક્ષા રાખ્‍યા વગર મા-બાપની સેવા કરો, ફળની આશા રાખશો તો ઉદાસીનતા પ્રગટ થશે.

* યુવાન ભાઈ-બહેનો વળધ્‍ધોની સેવા કરો, વળધ્‍ધોનું સંરક્ષણ કરો.

* અપેક્ષા વગર કાર્ય કરીએ તો શાંતીની ઉત્‍પતિ થાય.

* સાધુ જયારે જાગે ત્‍યારે બ્રહમ મૂર્હુત થાય.

* જેલમાં કેદીઓને પૂ. બાપુએ કહયું કે તમે જે ખાતા હોય તે મને ભીક્ષા આપો અને પૂ. બાપુએ પહેલા તે ભોજન કર્યું.

* પૂ. બાપુએ ઈશ્વરને સંબોધન કરતાં કહ્યું કે એક તુ ન મીલા સારી દુનીયા મીલેગી તો કયા હૈ.

* દુનિયામાં તમામ બાગ-બગીચામાં ફુલ ખીલે પણ આપણા અંદરનું ફૂલ ન ખીલે તો બધુ વ્‍યર્થ છે.

* ભગવાનની કથા રસ વળદ્ધિ કરે છે નહીં તો ૬૫ વર્ષથી હું ગાઉં છું છતાં મારો રામકથા ્‌પ્રત્‍યેનો ભાવ વધતો જ જાય છે.

* બે કાંઠામાં તલગાજરડું વહે છે.

* પ્રતિક્ષા એ એક બહુ મોટું વ્રત છે. એ આવશે...

* કાનૂનને કરૂણાની છાયામાં લાવીએ. પૂ. મોરારિબાપુ જેલમાં ગયા ત્‍યારે જેલમાં અધિકારીને પણ કાનૂનને કરૂણાની છાંયામાં ઉપયોગમાં લેવા પ્રેરણા આપી. તેમણે કહ્યું કે કર્તવ્‍યનું પાલન કરો અને કરાવો પણ સાથે કરુણા રાખો.

* એક યુવાને પૂ. બાપુની દિનચર્યા અંગે પૂછયું, પૂ. બાપુએ જવાબ આપ્‍યો કે મારી દિનચર્યાનું ન પૂછો, તમે તમારી દિનચર્યા સુધારો અને તેના કરતાં પણ યુવાનો ખાસ પોતાની રાતચર્યા સુધારે.

* હે દયાના સાગર તું મને તારામાં ડૂબાડી દે.

* હું ડુબવા આવ્‍યો છું તરવા નથી આવ્‍યો.

* કથા વેદ મંત્રોથી શરૂ થાય છે અને વેદ મંત્રોથી પુરી થાય છે.

* તમારા ઘરમાં સાત રત્‍નો હોવા જોઈએ.

* સાત્‍વિક અને યોગ્‍ય ખોરાક ખાવ તે તમારા ઘરનું પહેલું રત્‍ન છે. ઠાકોરજીને ધરાવીને ખોરાક ખાવું તે રત્‍ન છે.

* તમારા માટે પહેરવાના સારા કપડા હશે તે બીજુ રત્‍ન છે.

* આપણા ઘરમાં આંગણું હોવું જોઈએ અને તેમાં વળધ્‍ધનો ખાટલો હોય, બે-ત્રણ વળક્ષો હોય અને વળધ્‍ધો હોય તે આપણા ઘરનું ત્રીજું રત્‍ન છે.

* ઘરમાં જે કામ કરતો હોય (અર્થ ઉપાર્જન કરે તે) તેના ઓજારો સારા હોવા જોઈએ તે ચોથું રત્‍ન.

* ઘરમાં સાત્‍વિક મનોરંજનના સાધનો હોવા જોઈએ એ પાંચમું રત્‍ન છે

* ઘરમાં ઉત્‍સવ હોય એ છઠ્ઠું રત્‍ન છે.

* તમારા ઘરમાં સારા પુસ્‍તકો હોવા જોઈએ એ સાતમું રત્‍ન છે.

* મન ભ્રષ્ટ થાય એ મનોરંજન નથી. ચોવીસ કલાક મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ.

(4:43 PM IST)