<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ઘટના સ્‍થળેથી જયંતિભાઇ સરધારાની માળાના મણકા, આરોપીના શર્ટના બટન અને લોહીના ડાઘા મળ્‍યાઃ એસીપી બી. જે. ચોૈધરી

હથીયાર હતું કે કેમ તેની સીસીટીવી ફૂટેજની નિષ્‍ણાંતો દ્વારા તપાસ કરવામાં આવશે

 

સરદારધામ ટ્રસ્‍ટના સોૈરાષ્‍ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઇ કરસનભાઇ સરધારા પર ગત રાતે મવડી કણકોટ રોડ પરના શ્‍યામ પાર્ટી પ્‍લોટ ખાતે જુનાગઢ એસઆરપીના રિજીયન પીઆઇ સંજય વશરામ પાદરીયાએ કરેલા હુમલા બારામાં હત્‍યાની કોશિષનો ગુનો તાલુકા પોલીસમાં નોંધાયો છે. આ ઘટના અંગે એસીપી બી. જે. ચોૈધરીએ જણાવ્‍યું હતું કે આ ઘટનામાં સાહેદોના નિવેદનો, ઘટના સ્‍થળે પંચનામુ ચાલુ છે. એફએસએલ દ્વારા ઘટના સ્‍થળે પંચનામુ કરવામાં આવતાં ઘટના સ્‍થળેથી ફરિયાદીની હાથમાં પહેરેલી માળાના મણકા, આરોપીના શર્ટના બટન તથા લોહીના ડાઘા જોવા મળ્‍યા છે. ઇજા કેવી છે તે અંગે હોસ્‍પિટલમાંથી રિપોર્ટ મેળવવામાં આવશે. પીઆઇ પાસે હથીયાર હતું કે કેમ? તે અંગે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ નિષ્‍ણાંતો દ્વારા કરાવાશે, એ પછી જ ખાત્રી થશે કે હથીયાર વાપર્યુ છે કે કેમ?

(4:59 PM IST)