<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

મહીસાગરમાં જાતિના દાખલા મામલે હોબાળો :બાળકોએ કર્યો અભ્યાસનો બહિષ્કાર:સતત ચોથા દિવસે ગેરહાજર

દાખલા આપવામાં તંત્રની લાપરવાહીથી વાલીઓ કંટાળ્યા છે. તેઓનું કહેવું છે કે જ્યાં સુધી જાતિના દાખલા નહી મળે ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ નહી મોકલીએ

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જાતિનો દાખલો છેલ્લા અનેક વર્ષોથી આપવામાં નથી આવતો. આ વાત આજકાલની નથી, પરંતુ 2017-18થી વાલીઓ પ્રશાસનને અપીલ કરી રહ્યા છે કે તેઓના બાળકોને જાતિના દાખલા આપવામાં આવે પરંતુ પ્રશાસન દ્વારા કોઈને કોઈ કારણે ગલ્લા તલ્લા થઈ રહ્યા હોય હવે વાલીઓ કંટાળ્યા છે. તેઓનું કહેવું છે કે જ્યાં સુધી જાતિના દાખલા નહી મળે ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ નહી મોકલીએ.

મંગળવારે સતત ચોથા દિવસે પણ આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ ન મોકલી પ્રશાસન સામેની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આજે 7841 બાળકો ગેરહાજર રહ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાલીઓ મક્કમ છે. જ્યાં સુધી જાતિના દાખલા નહી મળે ત્યાં સુધી બાળકોને શાળાએ મુકશે નહીં.

(10:31 PM IST)