<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

હવે મેલેરિયાથી થતા મોતથી મળશે મુક્તિ :નવી વેક્સિન સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક અને સુરક્ષિત સાબિત

ટ્રાયલના પરિણામોમાં સાબિત થયું કે આ વેક્સિન મેલેરિયાથી લડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે

નવી દિલ્હી :તાજેતરમાં એક ક્લિનિક ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે એક નવી વેક્સિન મેલેરિયાથી સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક અને સુરક્ષિત સાબિત થઈ છે.

  મચ્છરો દ્વારા ફેલાતા મેલેરિયાથી દર વર્ષે આખી દુનિયામાં લગભગ 6,08,000 લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ બીમારી વિરુદ્ધ હવે એક નવી આશા મળી છે, કારણ કે તાજેતરમાં જ એક ક્લિનિક ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે એક નવી વેક્સિન મેલેરિયાથી સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક અને સુરક્ષિત સાબિત થઈ છે.  

  આ વેક્સિન માટે એક આનુવંશિક રૂપે સંશોધિત પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ પાઈરાસિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને 'જીએ2' નામ આપ્યું છે. નેધરલેન્ડની લીડન યુનિવર્સિટી મેડિકલ સેન્ટર અને રેડબાઉડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધનકર્તાઓ દ્વારા કરાયેલા આ ટ્રાયલના પરિણામોમાં આ સાબિત થયું છે કે આ વેક્સિન મેલેરિયાથી લડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.  

  આ અભ્યાસમાં 25 હેલ્ધી વયસ્કોને સામેલ કર્યા હતા, જેમાંથી કોઈને પણ મેલેરિયા ન હતો. આ પ્રતિભાગીઓને આનુવંશિક રૂપે સંશોધિત જીએ2 થી રસી લગાવી હતી, જેથી યકૃતને લાંબા સમય સુધી વિકસિત કરવા માટે ડિઝાઇન કર્યું હતું. આ ટ્રાયલ દરમિયાન 10 પ્રતિભાગીને જીએ2 સમૂહમાં, 10ને જીએ 1 સમૂહમાં અને 5 ને પ્લેસબો સમૂહમાં રાખવામાં આવ્યા હતા. ત્રણેય વખતે 28 દિવસના અંતરે રસી લગાવી હતી.

   આ બાદ જીએ2 અને જીએ1 સમૂહના પ્રતિભાગીઓ ને પી. ફલ્સીપેરમ પેરસાઇટથી સંક્રમિત મચ્છરોના સંપર્કમાં લાવવામાં આવ્યા, જ્યારે પ્લેસબો સમૂહના પ્રાઇભાઈગીઓને અસંક્રમીત મચ્છરોના સંપર્કમાં લાવવામાં આવ્યા. અંતે તમામ પ્રતિભાગીઓને નિયંત્રિત મેલેરિયાના સંક્રમણના સંપર્કમાં લાવવામાં આવ્યા, જેથી આ જોઈ શકાય કે વેક્સિન કેટલી સુરક્ષા આપે છે.

 

આ અભ્યાસના પરિણામે ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયા, જેમાં જાણવા મળ્યું કે જીએ2 સમૂહના 89% પ્રતિભાગીવન મેલેરિયાથી સુરક્ષા મળી. ત્યારે જીએ1 સમૂહમાં માત્ર 13% પ્રતિભાગીઓને સુરક્ષા મળી અને પ્લેસબો સમૂહમાં કોઈ પણ વ્યક્તિને સુરક્ષા ન મળી

આ વેક્સિનની સૌથી ખાસ વાત એ છે કે જીએ2 સમૂહના કોઈ પણ પ્રતિભાગીને રસી આપ્યા બાદ મેલેરિયાનું સંક્રમણ ન થયું, જેથી સાબિત થાય છે કે આ વેક્સિન અસરકારકની સાથે સુરક્ષિત પણ છે. સંશોધનકર્તાઓને એ પણ જાણવા મળ્યું કે જીએ2 સમૂહના પ્રતિભાગીઓમા એક મજબૂત ઇમ્યુન પ્રતિક્રિયા જોવા મળી, જે આ વેક્સિનની સુરક્ષાને વધારે મજબૂત બનાવે છે. આ સિવાય જીએ2 અને જીએ1 બંને સમૂહોને સમાન સ્તરના એન્ટિબોડી બનાવ્યા, પરંતુ જીએ2 એ વધુ સુરક્ષા પ્રદાન કરી, જેનું મુખ્ય કારણ સેલ્યુલર ઇમ્યુન સિસ્ટમની પ્રતિક્રિયા માનવામાં આવ્યું છે

  આ ટ્રાયલ મેલેરિયા વિરુદ્ધ એક જરૂરી પગલું સાબિત થઈ શકે છે. જો આ વૅક્સિનેશનની અસરકારકતાને ભવિષ્યના મોટા અભ્યાસોમાં પણ પુષ્ટિ મળે છે, તો આ મેલેરિયાની સારવાર માટે ઉપકરણ બની શકે છે. મેલેરિયા જેવી ઘાતક બીમારીથી બચવા માટે આ નવી વેક્સિન એક મોટી આશાના રૂપે સામે આવી છે અને આનાથી વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રણાલીમાં મેલેરિયાની અસરને ઘટાડવામાં મદદ મળી શકે છે.  

(12:54 AM IST)