News of Wednesday, 27th November 2024
પાડોશીના પ્રેમમાં પાગલ થઈ ગઈ યુવતી : લગ્ન કરવાની જીદે પ્રેમીની માને પતાવી દીધી : આખો પરિવાર હવે ખાશે જેલની હવા
યુપીના જૌનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો : હત્યા બાદ લાશને ગામના જંગલી વિસ્તારમાં ફેંકી દીધી

જૌનપુર, તા.૨૭: યુપીના જૌનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવતી પાડોશી યુવકને ખૂબ જ પ્રેમ કરતી હતી. પ્રેમ એટલી હદે વધી ગયો કે, તે યુવક સાથે લગ્ન કરવા માટે દીવાની થઈ ગઈ. પ્રેમી સાથે લગ્ન કરવાની જીદમાં યુવતી ભાન ભૂલી ગઈ. તેના જ વિચારોમાં રાત દિવસ રહેતી હતી. બાદમાં એક દિવસ શરમાઈને તેણે પોતાના પ્રેમીને દિલની વાત કહી દીધી.
પ્રેમી સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો. જે બાદ યુવકે આ વાત તેની માને કહી, યુવતી સાથે લગ્ન કરવાની વાત કહી, પણ માએ લગ્ન કરવાની ના પાડી દીધી. આ જાણીને પ્રેમિકાના માથે ખૂન સવાર થઈ ગયું.
હકીકતમાં જોઈએ તો, પ્રેમમાં પાગલ થયેલી યુવતીએ લગ્નના રસ્તામાં આડે આવતા પાડોશમાં રહેતી પ્રેમીની માની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી. હત્યા બાદ લાશને ગામના જંગલી વિસ્તારમાં ફેંકી દીધી. જે બાદ પરિવારે યુવતી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી, પણ પોલીસ તપાસ શરૂ કરી અને યુવતીને જેલમાં મોકલી, જોકે, પોલીસના કાર્યવાહીથી પરિવારના લોકો ખુશ નથી. જે બાદ પરિવાર એસપી ઓફિસના દરવાજે પહોંચી કલાકો સુધી હોબાળો કર્યો. જોકે પોલીસે આ કેસમાં પહેલા જ હત્યાના આરોપમાં પ્રેમિકા અને તેના પિતા સહિત ચાર લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે. આ કેસ જિલ્લાની તેજી બજારનો છે.
પ્રેમમાં પાગલ થયેલી યુવતીએ તેજી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરાહા ગામની રહેવાસી એક યુવતીએ ગુનામાં પોતાના બે ભાઈ અને પિતાને પણ હત્યામાં સામેલ કરી લીધા. પોલીસે પ્રેમિકા સહિત તમામ આરોપીઓને હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. જૌનપુરમાં આ પ્રકારનો સનસનીખેજ કેસ આવ્યા બાદ ચારેતરફ આ કેસની વાતો થઈ રહી છે.
પરિવારે પોલીસ કાર્યાલયમાં હોબાળો કરીને આરોપીઓને જેલમાં મોકલવાની માગ કરવા લાગ્યા. તો વળી પરિવારની વાત માનીએ તો, પોલીસે એવી કલમો લગાવી છે કે, જેમાં તરત જામીન મળી ગયા. તેનાથી નારાજ થઈને પરિવારે એસપી ઓફિસમાં જઈને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ન્યાયની માગને લઈને પરિવારની હાલત ખરાબ થઈ ગઈ છે. જે બાદ એડિશનલ એસપીએ આ કેસને ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
