તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Wednesday, 27th November 2024
ડીજે પર ડાન્સને લઈને વિવાદ : દુલ્હન અને વર પક્ષ વચ્ચે મારપીટ : પોલીસ ફરિયાદ
દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી...વરરાજા ઉદાસ થઈને જાન પરણ્યા વિના પાછી લઈને આવ્યા

લખનઉ, તા.૨૭: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના નિગોહા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભદ્દી ખેડા ગામમાં ડીજે પર ડાન્સને લઈને વિવાદ થઈ ગયો હતો. વિવાદ એટલો વધી ગયો કે દુલ્હન અને વર પક્ષ વચ્ચે મારપીટ થઈ ગઈ. મારપીટ બાદ દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. વરરાજા ઉદાસ લઈને જાન પરણ્યા વિના પાછી લઈને આવ્યા. જાન રાયબરેલીથી આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મારપીટમાં દુલ્હન પક્ષના અમુક લોકોને ગંભીર રીતે ઈજા પણ થઈ છે. વરરાજાના બનેવી અને તેના બે ભાઈ અને બે યુવતીઓ વિરુદ્ધ નિગોહા પોલીસ સ્ટેશન દુલ્હન પક્ષે ફરિયાદ નોંધાવી છે.
હકીકતમાં જોઈએ તો, નિગોહા પોલીસ સ્ટેશન વિસ્તારના ખેડા ગામની યુવતીના લગ્ન રાયબરેલીના બછરાંવા ઈચૌલી ગામના યુવક સાથે નક્કી થયા હતા. સોમવાર સાંજે જાન આવી તો કન્યાપક્ષે જાનનું સ્વાગત કર્યું. આ દરમ્યાન ડીજે પર ડાન્સને લઈને વરરાજાના બનેવી વચ્ચે વિવાદ થઈ ગયો. મહેમાનો વચ્ચે પડ્યા પણ મહેમાનો સાથે ઝઘડો કરવા લાગ્યા. જોતજોતામાં વિવાદ વધી ગયો બંને તરફથી ધોકાવાળી થઈ. મારપીટમાં દુલ્હનની બહેન સહિત કેટલાય લોકોને ઈજા થઈ. સૂચના મળતા પોલીસ પણ આવી ગઈ અને મામલો શાંત કરાવ્યો.
પ્રાપ્ત વિગતો અનુસાર, દુલ્હનના માતા-પિતાનું મોત બહુ પહેલા થઈ ચૂકયું છે. ગામલોકોએ મળીને આ સંબંધ નક્કી કર્યો હતો. મારપીટ ઘટના બાદ દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીએ ભાઈએ વરરાજાના બનેવી ઈરશાદ અને તેના ભાઈ ઈરફાન, બે યુવતીઓ વિરુદ્ધ નિગોહા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
