<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

હાઇસ્‍પીડ ઇન્‍ટરનેટના યુગમાં ટપાલ અને આંતરદેશીય પત્રના સુવર્ણ યુગનો અંત !

આધુનિક જમાનામાં પોસ્‍ટકાર્ડ, આંતરદેશીય પત્રો ભુલાયા હવેના સમયમાં માત્ર સરકારી પત્રો કે કોર્ટ કચેરીની નોટિસો જ પોસ્‍ટમાં આવે છે

 

નવી દિલ્‍હી, તા.૨૭: આધુનિક ટેકનોલોજીના વધતા જતા વ્‍યાપ વચ્‍ચે વર્ષો જુની પોસ્‍ટ કાર્ડ અને આંતરદેશીય પત્રોની સેવા હાલ ભૂલાય જવા પામી છે. ટપાલનો સુવર્ણ યુગ પૂર્ણ થતો હોઈ તેમ હવે ટપાલ પેટી ખાલીખમ જોવા મળી રહી છે.

એક સમયે ટપાલીની રાહ જોવાતી હવે માત્ર સરકારી પત્રો કે કોર્ટ કચેરીની નોટિસો જ જોવા મળે છે. અત્‍યારના ઝડપી યુગ બાદ સંવાદ માટે પણ ટેક્‍નોલોજીના ઉપક્રમોનો વ્‍યાપ વધતાં જાણે પોસ્‍ટકાર્ડ, અંતરદેશીય પત્રો ભૂલાઈ ગયા હોય તેમ હવે જોવા મળે છે.

આજના માનવી પાસે પૈસા કરતાં પણ વધુ સમયનો અભાવ જોવા મળે છે. હાલનો માણસ દરેક કામમાં ઉતાવળ દર્શાવે છે. દાયકા પહેલાં સંદેશાના માધ્‍યમ તરીકે ઉપયોગમાં લેવાતા પોસ્‍ટકાર્ડ આંતરદેશીય પત્રો કે ટેલીગ્રામ સંદેશો પહોંચાડવાની શક્‍તિ સામે આજના યુગની શોધ મોબાઈલ, ઇન્‍ટરનેટની ઝડપી દુનિયામાં પ્રગતિ કરી રહી છે. જે સેવા સસ્‍તી છે. અને મોટે ભાગેના માણસોના આંગળીના ટેરવે પહોંચી ગઇ છેક માટે લોકો આ દિશામાં પ્રેરાયા છે. અને તેથી જ પહેલા આંગણે આવતો ટપાલી અને ટપાલ માટે રાહ જોવાતી રાહની પ્રથા બંધ થઈ છે. આજના હાઇ  સ્‍પીડ ઇન્‍ટરનેટ અને એઆઇના જમાનામાં દાયકા પહેલા જોવા મળતી સરકારી ટપાલ સેવાના સુવર્ણ યુગનો અંત જોવા મળી રહયો છે.(૨૩.૧૪)

ટપાલ પેટી હવે માત્ર સંભારણું બની ગઇ

આજની યુવા માટે નામશેષ થતી ટપાલ પેટી હવે ખાલીખમ જોવા મળી રહી છે. અને માત્ર એક સંભારણું બની ગઇ છે. વર્તમાન પેઢી મોબાઈલ, ઇન્‍ટરનેટ ચેટિંગ ઓનલાઇન ગેમમાં જોતરાય ગઇ છે. રોજ સવારે ટપાલીની જોવાતી રાહ હવે ભતકાળ બની છે. દૂર રહેતા સંતાનોના પત્રો, પ્રેમી પંખીડાની ટપાલ દ્વારા થતી આપલે વગેરે ભાવના હવે સાવ વિસરાઈ ગયાની પ્રતિતિ થઈ રહી છે.

(1:41 PM IST)