News of Wednesday, 27th November 2024
પોતાના સીક્રેટ લીક થઇ રહયાની કાશ્મીર સરકારને શંકા
વ્હોટસએપ, જીમેલ વગેરેના ઉપયોગ પર મુકયો પ્રતિબંધઃ ઘરેથી કામ કરતા અધિકારીઓ માટે પણ જાહેર કરાયા દિશા નિર્દેશો

જમ્મુઃ જમ્મુ કાશ્મીર સરકાર એક અજાણ્યા ડરથી પીડાઇ રહી છે. તેને શંકા છે કે સરકારના સીક્રેટ લીક થઇ રહયાં છે અથવા થઇ શકે છે. એટલે જમ્મુ કાશ્મીર સરકારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓને ઓફીશ્યલ સુરક્ષા અને ગુપ્તતા સુનિヘીત કરવા કહયું છે. જમ્મુ કાશ્મીર સરકારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓને સંવેદનશીલ અને ગુપ્ત સંદેશ પ્રસારીત કરવા માટે વ્હોટસએપ, જીમેઇલ અને એવા અન્ય થર્ડ પાર્ટી પ્લેટફોર્મો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકાર અનુસાર સરકારી કર્મચારીઓની આ પ્રથા (થર્ડ પાર્ટી પ્લેટફોર્મોના ઉપયોગથી માહિતી શેર કરવી) સંચારિત કરાતી સુચનાથી અખંડતા અને સુરક્ષા પર મહત્વપુર્ણ જોખમ ઉત્પન કરી રહી છે. સરકારે સંવેદનશીલ અને ગુપ્ત માહીતી પ્રસારીત કરવા માટે વ્હોટસએપ, જીમેઇલ અને આ પ્રકારના અન્ય અન્ય થર્ડ પાર્ટી પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા અધિકારીઓની વધી રહેલી પ્રવૃતિને ધ્યાનમાં રાખીને આ આદેશ જાહેર કર્યા છે.
સરકારી પરીપત્ર અનેુસાર મીટીંગ અને પાસવર્ડ માત્ર અધિકૃત ભાગ લેનારાઓ સાથે જ શેર કરવા જોઇએ અને વેઇટીંગ રૂમ તથા પહેલાથી રજીસ્ટ્રેશન જેવી વધારાની સુરક્ષા સુવિધાઓનો ઉપયોગ કરવો જોઇએ. સરકારી આદેશ આપ્યો છે કે વીડીયો કોન્ફરન્સ દરમ્યાન ટોચની ગુપ્ત અને અન્ય ગુપ્ત માહીતીઓ પર ચર્ચા નહીં કરવી જોઇએ. ઘરેથી કામ કરતા અધિકારીઓ માટે સરકારે વીપીએન અને ફાયરબોલ સેટઅપના માધ્યમથી ઓફીસ સર્વર સાથે જોડાયેલ કડક સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરવાની ભલામણ કરાઇ છે.
આ ઉપરાંત અધિકારીઓને સલાહ અપાઇ છે કે તેઓ ગુપ્ત બાબતો પર ચર્ચા કરતી વખતે ડીજીટલ સહાયક ઉપકરણો જેવા કે એમેઝોનનું ઇકો અને એપલનું હોમપેડ ઓફીસની બહાર રાખે. સરકારે આદેશ કર્યો છે કે સંવેદનશીલ માહીતી સાથે સંકળાયેલ ઓફીશ્યલ ચર્ચા દરમ્યાન સ્માર્ટફોનને મીર્ટીગ રૂમની બહાર જ રાખવા જોઇએ. કાશ્મીર સરકારે એ વાત પર ભાર મુકયો છે કે ઓફીશ્યલ સંદેશની ગુપ્તતા અને સુરક્ષા સુનિヘીત કરવા માટે બધા અધિકારીઓ અને કર્મચારીઓ આ દિશા નિર્દેશોનું કડકાઇથી પાલન કરે. સરકારી ચેતવણી પણ આપી છે કે આનું પાલન નહીં કરનાર પર અનુશાસનાત્મક કાર્યવાહી પણ થઇ શકે છે. (સુરેશ ડુગ્ગર દ્વારા)
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
