News of Wednesday, 27th November 2024
વડલો, પીપળો, લીમડો, બિલી, ચંદનના વૃક્ષો એટલે પંચદેવ
રામકથામાં રામરસ ઘુંટાયોઃ આંગણે વૃક્ષોની પંચવટી સર્જવા પૂ. મોરારીબાપુનું આહ્વાન : ભારતમાં રર વર્ષ બાદ વડીલોની વસ્તી વધારે હશે, વૃધ્ધાશ્રમો જરૂરીઃ લોર્ડ ડોલરભાઇ પોપટ * પૂ. દેવપ્રસાદજીએ પણ સંબોધન કર્યુ

રામરસ ઘુટાયો. (તસ્વીરોઃ સંદિપ બગથરિયા)
રાજકોટ, તા. ર૭ : સદ્ભાવના વળદ્ધાશ્રમના વડીલો અને વળક્ષોના લાભાર્થે યોજાયેલી માનસ સદભાવના રામકથામાં આજે પૂ. મોરારિબાપુએ દરેક પરિવારને જે પાંચ વળક્ષો વાવીને પંચગ્રહ અને પંચવટીની સ્થાપના કરવા અપીલ કરી હતી. એમાં આજે પાંચ દેવોના પાંચ વળક્ષો કયા છે તે પ્રારંભે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડલો રોપો ત્યારે માતળભાવ રાખજો કારણ કે કથા વડલા નીચે ગવાઈ છે માટે વડલો દુર્ગાનું વળક્ષ છે. પીપળો વિષ્ણુનું વળક્ષ છે કેમ કે શ્રીમદ ભગવત ગીતામાં શ્રી કળષ્ણએ કહ્યું છે કે વળક્ષોમાં હું પીપળો છું.
પૂ. મોરારિબાપુએ લીમડાને સૂર્યનું વળક્ષ કહ્યું, બિલી શિવનું વળક્ષ છે તો ચંદન ગણેશનું વળક્ષ હોવાનું તેમણે જણાવ્યું. સાથે સાથે ગુરુત્વાકર્ષણના નિયમને અવગણીને ઊર્ધ્વ ગમન કરતાં તત્વોમાં જળ, પળ, અગ્નિ, કમળ વગેરે હોવાનું જણાવ્યું હતું.
આજે પૂ. મોરારિબાપુની રામકથાના પાંચમાં દિવસે પ્રારંભે વિવિધ ક્ષેત્રના ભાવિકોએ પોથી પ્રદક્ષિણા કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પૂ. મોરારિબાપુએ રામાયણની યોપાઈઓ ગાઈને કથાનો શુભારંભ કરાવ્યો હતો. આજે પણ વળદ્ધ અને વળક્ષના વિવિધ ગુણો અંગે વિગતે વાત કરી હતી. સમાજમાં પર્યાવરણની શુદ્ધિ અને પ્રદૂષણના નાશ માટે વળદ્ધો અને વળક્ષોની કેવી જરૂરિયાત છે તેના વિષે રસપૂર્વક વાતો કરી હતી.
પૂ. મોરારિબાપુએ માનસ સદભાવના રામકથાને વૈશ્વિક નહીં પરંતુ ત્રિભુવનીય રામકથા ગણાવી આજે પણ તેનો ઉલેખ્ખ કર્યો હતો. દાતાઓએ આજે પણ વડીલો અને વળક્ષો માટે દાનની સરવાણી વહાવી હતી. દેશના અને વિદેશના દાતાઓએ એક રૂપિયાથી માંડીને કરોડો રૂપિયા સુધીની દાનની સરવાણી વહાવી હતી.
આણંદબાવા સંસ્થા, જામનગરના પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુ આજે માનસ સદભાવના રામકથામાં પધાર્યા હતા. તેમણે પોતાની વાણીનો લાભ આપતા જણાવ્યું કે, હું વળદ્ધાશ્રમ ચલાવું છું એટલે મને ખબર છે કે વળદ્ધાશ્રમ ચલાવવા કેટલા કઠિન છે. સૌ કહેતા હોય છે કે ભારતમાં વળદ્ધાશ્રમ ન હોવા જોઈએ પરંતુ આપણે આપણી જાતને પૂછીએ કે જે નિઃસંતાન, નિરાધાર, નિ સહાય, વળદ્ધો છે તે વળદ્ધાશ્રમ ન હોત તો કયાં જાત ? વળદ્ધાશ્રમ છે એટલે આ બધા ટકી રહ્યા છે.
પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ જણાવ્યું કે આપણી પાસે બે વિકલ્પ હોય છે કાં તો આપણે આપણી સંપત્તિને મૂકીને જઈએ અથવા આપીને જઈશું તો આવતા જન્મનું પુણ્યનું ભાથું બંધાશે. જે લોકોએ આ સેવા કાર્યમાં અનુદાન આપ્યું છે તેમણે આવતા જન્મનું ભાથું બાંધ્યું છે. પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ એમ પણ કહ્યું કે જો તમારા ઘરમાં માતા પિતા અને વડીલો છે તો તમારી પાસે ખૂબ મૂડી છે એમ સમજજો.
વંદનીય શ્રી મોરારીબાપુ એ ભાખેલું કે આ રામકથા એ ત્રિભુવનિય બની રહેશે એ રામકથા અને જયસિયારામ નો સાદ અને નાદ સાંભળી ખાસ લંડન થી લોર્ડ ડોલર ભાઈ પોપટ પધાર્યા છે.લોર્ડ ડોલર ભાઈ પોપટ બ્રિટેન ના ૧૫ વરસ થીસિનિયર સાંસદ છે, બ્રિટેન ની કન્સર્વેટીવ પાર્ટી ના પ્રથમ લોર્ડ છે, ત્યાં ના હાઉસ ઓફ લોર્ડસ માં નિમણૂંક પામેલા ડોલર ભાઈ ભારત સાથે બ્રિટેન ના સંબંધો વધુ મજબુત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
પોતે આજે જે કઈ છે એ મોરારીબાપુ ની કળપા થી જ છે એવું તેઓ ગર્વપુર્વક જણાવે છે. લોર્ડ ડોલર ભાઈ પુજ્ય બાપુ ના આશીર્વાદ થી થઇ રહેલા સદભાવના વળદ્ધાશ્રમ ના સેવાકીય કાર્યો થી અત્યંત પ્રભાવીત થયા અને અંતર થી શુભેચ્છાઓ પાઠવી.
આજે યુ, કે ના સાંસદ લોર્ડ ડોલરભાઈ પોપટે કથામાં પધારી પોતાનું મનનીય વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે આગામી ૨૨ વર્ષમાં ભારતમાં બાળકો કરતાં વડીલોની વસતી વધી જવાની છે ત્યારે સંપૂર્ણ સુવિધાયુક્ત વળદ્ધાશ્રમની અનિવાર્યતા સાબિત થશે. વળદ્ધાશ્રમ આપણાં દેશમાં હવે હકારાત્મક બાબત બની રહેશે કારણ કે તબીબી શોધોને કારણે લોકોનું આયુષ્ય વધ્યું છે પણ સાથે સાથે અનેક પ્રકારની બીમારી પણ વધી છે ત્યારે અમુક પ્રકારની બીમારી જ્યારે વળદ્ધને લાગુ પડે ત્યારે ન તો એની ઘરમાં કાયમી સારવાર થઈ શકે ન તો દવાખાનામાં ! આ બંનેની વચ્ચેનો વિકલ્પ છે વળદ્ધાશ્રમ. જ્યાં પોતાના જેવા અનેક લોકો સાથે મળીને આનંદમય જીવન જીવી શકે અને તમામ પ્રકારની સુવિધાઓનો લાભ લઈ શકે.
લોર્ડ ડોલરભાઈ પોપટે ઉમેર્યું કે પૂ. મોરારિબાપુની આ રામકથા માનવતા માટે નવું પ્રકરણ શરૂ કરનારી છે કેમ કે સદભાવના વળદ્ધાશ્રમની વડીલો અને વળક્ષો માટેની આ કથા છે. તેમણે વળદ્ધાશ્રમને નવી દ્રષ્ટિથી જોવા અને હકારાત્મક પગલું ગણવા લોકોને અપીલ કરી હતી. ભારતીય સંસ્કળતિમાં વડીલોને સન્માન આપવું એ કર્તવ્ય મનાયું છે ત્યારે વળદ્ધાશ્રમોમાં વળદ્ધોને પૂરતું સન્માન મળે છે.
આજે ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ રમેશ પારેખની જન્મ જયંતી હોય પૂ. મોરારિબાપુએ રમેશ પારેખને યાદ કરી કેટલાય કવિઓએ રમેશ પારેખ પર લખેલી કવિતાનો પૂ. બાપુએ ઉલ્લેખ કર્યો.
આજે ૅમાનસ સદભાવના રામકથામાં ૫. પૂ ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજી, પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુ, ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક શાહબુદ્દીન રાઠોડ, યુ. કે ના સાંસદ લોર્ડ ડોલરભાઈ પોપટ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.
પાર્કિંગની સુંદર વ્યવસ્થા
રાજકોટ : વડીલો અને વૃક્ષોના જતન-સારસંભાળના ઉમદા આશયથી સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે. ત્યારે રાજકોટ શહેર -જિલ્લા તેમજ બહારગામ અને દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ભકત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહયો છે ત્યારે ભજન અને ભોજન ના આ અનોખા સંગમમાં
રોજ પ૦ હજારથી વધુ શ્રાવકો કથાશ્રવણ અને ભોજન-પ્રસાદનો લહાવો લઈ રહયા છે ત્યારે વિવિધ સમિતિમાં વ્યવસ્થા સુચારૂ વ્યવસ્થા જાળવવા માટે રાજકીય-સામાજિક-સેવાકીય ક્ષેત્રના વિવિધ આગેવાનો સ્વયંસેવક તરીકે નિઃસ્વાર્થભાવે પોતાની સેવા આપી રહયા છે.
આ રામકથા દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પાર્કિગ માટે સુંદર અને સુચારૂ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહેલી સવારથી જ સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે. તેમજ રામકથાનું રસપાન કરવા આવનાર રાજકોટ તેમજ બહારગામથી આવેલા શ્રાવકોને કોઈ જાતની અસુવિધા ન પડે તે માટે સ્વયંસેવકો દ્વારા સ્થળ પર ફોર વ્હીલર અને ટૂ વ્હીલર પાર્કિગ કરવા બાબતે તેમની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી જરૂરી દિશાસૂચન પણ આપવામાં આવે છે. આ તકે પાર્કિગ વ્યવસ્થામાં સ્વયંસેવકોની ટીમ વ્યવસ્થા જાળવતી દ્રશ્યમાન થાય છે.
૧૬૦૦ બળદોને આશ્રય સંસ્થાના વિશાળ પરીસરમાં ભવિષ્યમાં ૧૦,૦૦૦ બળદોને પ્રવેશ અપાશે
રાજકોટ : સદભાવના બળદ આશ્રમ દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો બળદ આપણી સંસ્કૃતિનો વારસો કહેવાય. ઈશ્વરની આવી દુલર્ભ દેન ગૌ વંશ બળદને સદભાવના વૃધ્ધાશ્રમ જીવનભરનો આશ્રય આપશે. ગુજરાતના કોઈપણ ગામ-શહેર, હાઈવે પર બળદ છુટા, રખડતા, લાચાર-બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ, નિરાધાર જોવા મળે તો તરત જ સદભાવના વૃધ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. કોઈ નિરાધાર, નિરાશ્રીત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ-બિમારીથી કમોતે મરતા ભવિષ્યમાં ૧૦,૦૦૦ જેટલા બળદોને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા નિઃશુલ્ક, આજીવન, આશરો આપવામાં આવશે. હાલમાં પણ ૧૬૦૦ જેટલા બળદોને સદભાવના બળદ આશ્રમ ખાતે આશરો અપાયો છે. જો કોઈ વ્યકિતને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરીને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે. સદભાવના બળદ આશ્રમ, કાલાવડ રોડ,ખીરસરા અને દેવગામની ધાર, ગુકેશ્વર મહાદેવનું મંદિર, ભૂમિ એગ્રોની પાછળ, રાજકોટ ખાતે કાર્યરત છે.
અપંગ - બિમાર શ્વાનોની સેવા
રાજકોટ : હિન્દુ ધર્મમાં કૂતરાને યમનો દૂત કહેવામાં આવે છે. શ્વાનને હિંન્દુ દેવતા ભૈરવ મહારાજનો સેવક માનવામાં આવે છે. શ્વાનને ભોજન આપવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક પ્રકારની આકસ્મિક મુશ્કેલીઓથી રક્ષણ કરે છે. એવું માનવામાં આવે છે કે શ્વાનને ખુશ રાખવાથી તે યમદૂતને પણ તમારી આસપાસ ભટકવા નથી દેતો અને શનિની સાથે સાથે રાહુ-કેતુ સંબંધિત દોષો પણ કૂતરાને તેલમાં ચપટી રોટલી ખવડાવાથી દૂર થઇ શકે છે. રાહુ-કેતુના, કાલસર્પ યોગથી પીડિત લોકો માટે આ ઉપાય ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કાળો શ્વાન જયાં હોય ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી. શ્વાન એ આપણી આસપાસ ચોમેર હોય છે. આપણા પરિવારનો જ એક હિસ્સો હોય છે. કમનસીબે શ્વાનો અકસ્માતમાં વવાઇને, બીમાર પડીને ઉમરને કારણે લાચાર બની જતા હોય છે. એવા નિઃસહાય, લાચાર શ્વાનો માટે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘સદ્ભાવના શ્વાન આશ્રમ'ની શરૂઆત કરવામાં આવી છે. અહીં ચાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પેરેલિસીસવાળા, કમર ભાંગેલા ફ્રેકચરવાળા, અંધ, અપંગ શ્વાનોને કાયમી આશરો મળશે તેમજ તેમને જરૂરી સારવાર,સુવીધાઓ મળશે. સંસ્થા દ્વારા નિત્ય જરૂરી સારવાર વેકસીનેશન, ઓપરેશન વગેરે કરવામાં આવશે અને એક પરિવારના સભ્યની જેમ નિર્વાહ કરવામાં આવશે. પ્રથમ તબક્કે ૧૦૦૦ શ્વાનોને આશરો અપાશે. હાલમાં જોઈ ન શકતા હોય એવા ૧૦, ઉંમરવાળા ૧૦, અનાથ ૨૧, પેરેલિસીસવાળા ૬૪, અન્ય ૩૦ એમ ૧૫૦ શ્વાનો આશ્રય લઇ રહ્યા છે. આ શ્વાનોને દરરોજ મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. દરેક બીમાર શ્વાનોનું દરરોજ ચેકઅપ અને સારવાર થાય છે. આ અંગે વિશેષ માહિતી માટે તેમજ આ પ્રકારના શ્વાનોને આશ્રય આપવા માટે સદભાવના શ્વાન આશ્રમ, જામનગર રોડ, ખંઢેરિ સ્ટેડિયમની સામે, ગારડિ કોલેજની બાજુમાં, રાજકોટ (મો. ૭૪૮૫૯ ૨૨૨૨૪)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
સદભાવના માવતરઆશ્રમ
રાજકોટના આંગણે મોરારી પધાર્યા
દાસ તુલસી રામમય બનીને આવ્યા રાજકોટના અંગણે!
સરયુ પણ લાવ્યા સાથ સાથ રામમય બનીને આવ્યા!
ધર્યૂ રૂપ સરયુએ,
શ્રોતાગણમાં બની શ્રોતા જન જન સાથ.
રાજકોટના આંગણે મોરાર પધાર્યા!
રાજકોટ નગરી એટલે
સોરઠ-કાઠીયાવાડ,સૌરાષ્ટ્રનું હૃદય
મંડયુ એ તો ગાજવા
શ્રીરામ જય રામ જય જય રામ,
શ્રીરામ જય રામ જય જય રામ !
ત્યારે બજાવ્યા ગગને ઢોલ મૃદંગ શરણાઇઓ
ને જાગ્યા ગીરનાર પતિ બમ્બ બમ્બ ભોલે
જોગી જતી સિધ્ધ ચોરાસી જાગ્યા
જાગ્યા બાબા ભવનાથ
હું પણ આવું લીધી હઠ
હવે વાત ગઇ ભવનાથ ભેળા થાશું ની
અને વાત રહી એ રામ કથાએ કથાએ ભેળા થશું
શીખર ગુરૂ દતાત્રેયે આપ્યો આદેશ
દિવ્ય દ્રષ્ટિથી નહી પણ જાઓ રામકથા સાંભળવા
રૂપ લઇ માણસ માણસનું
કોને ખબર છે આમાં કોણ ? કોણ હશે !
રાજકોટના આંગણે મોરાર પધાર્યા.
ચંદ્રકાંત રૂપારેલીયા
મો.નં.૯૪૦૮૦૯પ૪ર૯

(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
