News of Wednesday, 27th November 2024
ઘોંઘાટ કરતા રોકયાં તો ૩ પોલીસકર્મીને કાર નીચે કચડી નાખ્યાં
નફફટ નબીરાઓનું કૃત્ય

પટણા, તા.૨૭: પટણાના એસ કે પુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા અવાજે સંગીત સાંભળીને હંગામો કરી રહેલા લ્શ્સ્માં સવાર નફ્ફટ નબીરાઓને પોલીસની રોક-ટોક પસંદ ન આવી. તેમને રોકવા પર કાર સવાર યુવકે પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં આરોપીઓએ પોલીસકર્મીઓને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. કારની ટક્કર પોલીસ સ્ટેશનમાં તેહનાત બે સબ ઈન્સ્પેક્ટર અને એક જમાદાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ ઘટના બાદ તમામ યુવકો ફરાર થઈ જવામાં સફળ રહયા હતા. આ મામલે પોલીસે ઈન્સ્પેક્ટર સૈયદ રાઝી ઉર્રવના નિવેદન પર કેસ નોંધ્યો છે.
એસએચઓ પંકજ કુમારે જણાવ્યું કે, CCTV ફૂટેજ અને વાહનના રજિસ્ટ્રેશન નંબર પરથી આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસ તેની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે. ઈન્સ્પેક્ટર સૈયદ રાઝી ઉર્રવ પોલીસ દળ સાથે ૨૪મી નવેમ્બરે સાંજે એક ખાસ વાહનની તપાસ કરવા નીકળ્યા હતા. પોલીસની ટીમ રાત્રે ૮:૦૦ વાગ્યે અટલ પથ પર વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સહદેવ મહતો રોડ પર લ્શ્સ્માં સાત યુવકો સવાર છે.
નશાની હાલતમાં તેઓ મોટા અવાજે ગીતો વગાડીને ઘોંઘાટ કરી રહ્યા છે. આ અંગેની માહિતી મળતાં સૈયદ રાઝી ઉર્રવ પોલીસ કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા કારમાં બેઠેલા યુવકને કારનો ગેટ ખોલીને ઘોંઘાટ કરતા જોયા. તેમ આ રીતે ઘોંઘાટ કરવાની ના પાડતા કારમાં બેઠેલા યુવકે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી અને તેમની સાથે ગેરવર્તન શરૂ કરી દીધુ. દરમિયાન નબીરાઓએ પોલીસકર્મીઓને તેમની કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ટક્કર માર્યા બાદ તેઓ ઝડપથી નેહરુ પથ તરફ ફરાર થઈ ગયા હતા.
આ ટક્કરના કારણે ઈન્સ્પેક્ટર મુન્ના કુમાર અને જમાદાર ઈનામુદ્દીન ખાન રોડ પર પડી ગયા અને ઈન્સ્પેક્ટર સૈયદ રાઝી પણ ઘાયલ થયા છે. મુન્ના કુમારનું માથું ફાટી ગયું હતું અને સૈયદ રાઝીને હાથમાં અને ઈનામુદ્દીનની પીઠ અને કમરમાં ઘણી ઈજા પહોંચી છે. બાદમાં ઘાયલ અને લોહીથી લથપથ પોલીસકર્મીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ભાગતી વખતે કાર સવારોએ પોલીસની બાઈકને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડયું હતું. તમામ આરોપીઓની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચે હોવાની માહિતી મળી રહી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
