<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સોનામાં મંદીને બ્રેકઃ પ૦૦ રૂા. વધ્‍યા

સોનુ ૧૦ ગ્રામના ભાવ વધીને ૭૮,૬૦૦ રૂા. થયા : ચાંદીના ભાવ સ્‍થિર

રાજકોટ, તા., ર૭: સોનામાં સતત બે દિ'ની મંદીને આજે બ્રેક લાગી છે અને પ૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે  સ્‍થાનીક બજારમાં સોનામાં પ૦૦ રૂપિયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૭૮,૧૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૭૮,૬૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં પ,૦૦૦ રૂા.ના ઉછાળા સાથે સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૭,૮૧,૦૦૦ રૂા. હતા તે વધીને ૭,૮૬,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. બે દિ'માં સોનામાં રપ૦૦ રૂા.ના ગાબડા બાદ આજે ભાવવધારો જોવા મળ્‍યો હતો. જયારે ચાંદીના ભાવમાં કોઇ વધઘટ નથી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૮૯,૦૦૦ રૂા. હતા.

(2:57 PM IST)