News of Wednesday, 27th November 2024
મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી ભાજપમાંથી જ હશે', નરેન્દ્ર ભાઈ મોદીના દરેક નિર્ણયને હું સ્વીકારું છું : એકનાથ શિંદે : જુઓ વિડિયો
મેં હંમેશા કાર્યકર્તા તરીકે કામ કર્યું છે,મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી ગણાવી નથી. સીએમ એટલે સામાન્ય માણસ, મેં આ વિચારીને કામ કર્યું

#WATCH | Thane | Maharashtra caretaker CM Eknath Shinde says, "I Thank all the voters of Maharashtra for supporting Mahayuti and giving us a landslide victory. It's unprecedented... Amith Shan and PM Modi have fulfilled the dream of Balasaheb Thackeray to make a common Shiv… pic.twitter.com/jS4S24FI5r
— ANI (@ANI) November 27, 2024
મુંબઈ તા.૨૭ : મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે અમને ચૂંટણીમાં લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળ્યો. આ માટે હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમે લાડલી બેહન યોજના પર ખૂબ જ સારી રીતે કામ કર્યું. મેં હંમેશા કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી ગણાવી નથી. સીએમ એટલે સામાન્ય માણસ, મેં આ વિચારીને કામ કર્યું છે.
મહારાષ્ટ્રમાં નવા મુખ્યપ્રધાનના નામને લઈને ચાલી રહેલી રાજકીય ગરબડ વચ્ચે મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે મેં મારી જાતને ક્યારેય સીએમ નથી માન્યું. મેં દરેક ક્ષણે જનતા માટે કામ કર્યું. પીએમ મોદી અને અમિત શાહે હંમેશા મને સપોર્ટ કર્યો છે. મોદી-શાહમાં લોકોના સપના પૂરા કરવાની શક્તિ છે.
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે અમને ચૂંટણીમાં લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળ્યો. આ માટે હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમે લાડલી બેહન યોજના પર ખૂબ જ સારી રીતે કામ કર્યું. મેં હંમેશા કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી ગણાવી નથી. સીએમ એટલે સામાન્ય માણસ, મેં આ વિચારીને કામ કર્યું. આપણે લોકો માટે કામ કરવું જોઈએ. મેં નાગરિકોની પીડા જોઈ છે, તેઓ કેવી રીતે પોતાનું ઘર ચલાવતા હતા.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
