News of Thursday, 28th November 2024
રામકથામાં કાલે સંતો-મહંતોનો મિનિ કુંભમેળો
વૃક્ષારોપણ એટલે ધરતી માતાનો ચૂંદડી મનોરથઃ પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા રૂા. પાંચ લાખ અર્પણ :જગદ્ગુરુ પૂ. નિર્મલાનંદજી, હરિયાણાના પૂ. જ્ઞાનાનંદજી, ગોવાના પૂ. બ્રહ્મેશાનંદજી, પૂ. માધવપ્રિયદાસજી સહિત અનેક મહાત્માઓ પધારશે

કથાકારોનું મંગલ મિલન (તસ્વીરો : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ર૮: રામ કથામાં કાલે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. અનેક સંતો-મહંતો પધારશે. ર૯ નવેમ્બર, શુક્રવારે સંતોનો મિનિકુંભ હોય, કથા સવારે ૯-૩૦ થી શરૂ થશે.
માનસ સદભાવના રામકથાના છઠ્ઠા દિવસે પૂ. મોરારિબાપુએ વળક્ષોનું મહિમા ગાન કરતાં જણાવ્યું કે બુદ્ધત્વ હંમેશા વળક્ષ નીચે પ્રગટે છે. તેમણે ઉમેર્યું કે પૂ. પાંડુરંગ શાષાીજીએ ગામડે ગામડે અલગ અલગ વન તૈયાર કરાવ્યા અને પહેલી વખત વળક્ષ મંદિર જેવો શબ્દ આપણને આપ્યો. પૂ. મોરારિબાપુએ કહ્યું કે પ્રત્યેક વળક્ષ બોધિ વળક્ષ છે માટે વળક્ષો વાવો અને તેને કયારેય કાપો નહીં.
પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે શંકરાચાર્યની પરંપરામાં પણ વટ વળક્ષનો મહિમા છે ત્યાં વટ વળક્ષ નીચે વળદ્ધો ગુરુજીના શબ્દોનું શ્રવણ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે વન અને જંગલમાં ફેર છે. વનમાં શરણાગતિ અને સાધના થાય કે જ્યારે જંગલમાં શિકાર થાય છે. સીતાજીએ ભગવાન રામ સાથે વનમાં જવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું હતું કે વનના દેવી અને દેવતાઓ પોતાનું સાસુ અને સસરાની જેમ ધ્યાન રાખશે માટે જ્યારે વળક્ષ વાવો ત્યારે તેને નાડાછડી બાંધીને સીતા રક્ષાબંધન કરી રહ્યા હોય તેવો ભાવ રાખજો.
પૂ. મોરારિબાપુએ ગઈ કાલે જે પાંચ પ્રકારના વળક્ષોની વાત કરી હતી તેમાં ચંદનનું વળક્ષ ચોરીના હેતુથી કપાઈ જવાની શકયતા હોવાનું ધ્યાન દોરવામાં આવતા પૂ. મોરારિબાપુએ કહ્યું કે આપણે પ્રેક્ટિકલ થઈએ અને ચંદનને બદલે કોઈ પણ વળક્ષ પહેલા વાવો તેને ગણેશનું વળક્ષ ગણજો.
પૂ. મોરારિબાપુએ કહ્યું કે ૨૯ નવેમ્બર, શુક્રવારે પ. પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીનો જન્મ દિવસ હોય સાધુ સંતોનો મિનિ કુંભ થવાનો છે ત્યારે કથા સમય સવારે ૯:૩૦ નો રહેશે. આજની કથામાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, ૫. પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી સહિતના સંતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આજે પૂ. મોરારિબાપુની રામકથાના છઠ્ઠા દિવસે પ્રારંભે વિવિધ ક્ષેત્રના ભાવિકોએ પોથી પ્રદક્ષિણા કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પૂ. મોરારિબાપુએ રામાયણની ચોપાઈઓ ગાઈને કથાનો શુભારંભ કરાવ્યો હતો. આજે પણ વળદ્ધ અને વળક્ષના વિવિધ ગુણો અંગે વિગતે વાત કરી હતી. સમાજમાં પર્યાવરણની શુદ્ધિ અને પ્રદૂષણના નાશ માટે વળક્ષોની કેવી જરૂરિયાત છે તેના વિષે રસપૂર્વક વાતો કરી હતી. દાતાઓએ આજે પણ વડીલો અને વળક્ષો માટે દાનની સરવાણી વહાવી હતી.
માનસ સદભાવના રામકથાના છઠા દિવસે સાંદીપની વિધ્યાપીઠના પ્રખર ભાગવત આયાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આશીર્વચન પાઠવતા એવું જણાવ્યું હતું કે સદભાવના એ વળદ્ધાશ્રમ અને વળક્ષારોપણ જેવા યજ્ઞનો આરંભ કરી ધરતીમાતાનો ચૂંદડી ઓઢાડવાનો મનોરથ કર્યો છે. વળક્ષો કાપવા એ પાપ છે અને વળક્ષો કાપવા એટલે પળથ્વીના ફેફસાં કાપવા બરાબરનું કળત્ય છે. આપણાં વૈધો પણ જડીબુટી લેવી હોય ત્યારે તેને નોતરે છે, અગાઉથી જાણ કરે છે. ઔષધિઓના સ્વામી ચંદ્રમાં ને પણ પ્રાર્થના કરે છે. તેમજ જડીબુટી કાપતા પહેલા તેનું પૂજન કરી પગે લાગી પછી જ જડીબુટી મેળવે છે. આપણી સનાતન ધર્મની આ સંવેદનશીલ પરાકાષ્ઠા છે. પૂ. ભાઈશ્રીએ ચાર આશ્રમનું વર્ણન કરતાં એવું જણાવ્યું હતું કે બ્રહ્મચર્ય આશ્રમમાં ભિક્ષાટન થઇ શકે છે. સન્યાસ આશ્રમમાં પણ આ પરંપરા છે. ગળહસ્થ આશ્રમમાં પોતાની આવકના દસ ટકા પરમાર્થ માટે વાપરવામાં આવે છે પરંતુ વાનપ્રસ્થ આશ્રમમાં ભિક્ષાટન કરવાની કોઈ પરંપરા કે વ્યવસ્થા નથી માટે વળદ્ધો હાથ લંબાવી શકે નહીં એવા સમયે સદભાવના વળદ્ધાશ્રમે વળદ્ધો સન્માનપૂર્વક નિવળત્તિ ગાળો શાંતિથી પસાર કરી શકે તેવો યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં સદભાવના વળદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક ૫, પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીના આશીર્વાદ અને પૂ. મોરારિ બાપુના માર્ગદર્શન સાથે રાજકોટ રામમય બની આ યજ્ઞમાં આહુતિ આપી રહ્યું છે. પૂ. ભાઈશ્રીએ સનાતની ધર્મ શૈલીનો ઉલ્લેખ કરી સદભાવના વળદ્ધાશ્રમની આ સેવાને કર્મયજ્ઞ હોવાનું જણાવ્યું હતું. જેમ ખાદી માત્ર વષા નથી એક વિચાર છે તેમ સનાતન ધર્મ પણ માત્ર વષા નથી એક વિચાર છે. પૂ. ભાઈશ્રીએ સદભાવનાના આ સેવા કર્મ યજ્ઞમાં આહુતિ અર્પણ કરવાની જાહેરાત સાથે સાંદીપની ગુરુકુળ તરફથી ૫ લાખ રૂપિયા અર્પણ કર્યા હતા. માનસ સદભાવના કથામાં સભા સંચાલન કરતાં મિત્તલ ખેતાણીએ પૂ. ભાઇશ્રીનો પરિચય આપતા એવું પણ જણાવ્યું હતું કે પૂ. ભાઈશ્રીએ સદભાવનના સેવા કાર્યોને બિરદાવી ગુજરાત સરકાર અને ભારત સરકારને પણ સેવા કાર્ય કરવા હોય તો સદભાવનાને સાથે રાખી કરો તો વધુ સારા પરિણામ મળી શકે છે તેવો આશાવેદ વ્યક્ત કર્યો હતો.
પ.પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી એ સમગ્ર રાજકોટ વતી પૂ. ભાઈશ્રીનો આભાર વ્યક્ત કરતાં એવું જણાવ્યું હતું કે માનસ સદભાવના કથાના આજે છઠ્ઠા દિવસે પૂ ભાઈશ્રીએ પોતાનું મૌન વ્રત હોવા છતાં આશીર્વાદના શબ્દો વ્યક્ત કરી નૈમિતિક ધર્મનું પાલન કર્યું છે.
માનસ સદભાવના કથામાં આવતી કાલે સંતોનો મિનિ મહાકુંભ યોજાશે. આ અંગે પ. પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીએ એવું જાહેર કર્યું છે કે આવતીકાલે પ. પૂ. આચાર્ય મહામંડલેશ્વર જૂના પીઠાધિશ્વર સ્વામી શ્રી અવધેશાનંદ ગિરિજી જેમણે ચૌદ લાખ લોકોને દીક્ષા આપી જે જૂના અખાડાના વડા છે તે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કર્ણાટકમાં જે ૧.૭૫ લાખ વિધાર્થીઓને ભણાવે છે એવા પ. પૂ. શ્રી શ્રી શ્રી જગદગુરુ સ્વામી શ્રી ડો. નિર્મલાનંદ નાથજી મહારાજ, હરિયાણામાં ખુદ રાજ્ય સરકાર ગીતા જયંતી ઉજવે છે અને મહાભારતને કેન્દ્રમાં રાખી ટુરીઝમ ઊભું કરવામાં આવ્યું છે અને ગીતા જયંતી એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે આ તમામ કાર્ય જેના નેતળત્વમાં થઈ રહ્યું છે તેવા પ. પૂ. શ્રી ગીતામનીષી મહામંડલેશ્વર જ્ઞાનાનંદજી મહારાજ, ગોવાથી પ. પૂ પદ્મશ્રી પદ્મનાભ પીઠાધીશ્વર ધર્મ ભૂષણ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ, વૈષ્ણવોની કુલ આઠ પીઠ પૈકીનાં બીજી પીઠના વૈષણાવાચાર્ય બંને પ. પૂ દ્વિતીય ચંપારણીય પીઠાધીશ્વર વલ્લભકુળ તિલક શ્રી દ્વારકેશ બાવાશ્રી તથા ૫. પૂ ષટઠ પીઠાધીશ્વર શાસ્તા પીઠના વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવાશ્રી, એસ.જી.વી.પી ગુરુકુળના અધ્યક્ષ શાષાી ૫. પૂ શ્રી માધવ પ્રિયદાસજી, કળષ્ણ પ્રણામી સંપ્રદાય આચાર્ય ૫. પૂ શ્રી કળષ્ણમણીજી મહારાજ ઉપસ્થિત રહેશે.
ચક્ષુદાન, દેહદાન, ત્વચા દાન
રાજકોટઃ જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઇ મહેતાએ જણાવ્યું કે, ‘સદભાવનાની પૂ. મોરારિબાપુની કથા અવસરે ચક્ષુદાન, દેહદાન, સ્કીન ડોનેશન જેવી પ્રવૃતિ કથા મંડપ પાસે જ થઇ રહી છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની સેવા પ્રવૃતિ થઇ રહી છે કથા સ્થળ આંગણે ચક્ષુદાન, સ્કીન ડોનેશન કરવા ઇચ્છુકસેવા ભાવિઓને સંકલ્પપત્ર ભરી આપવામાં આવી રહયો છે અને લેમિનેટેડ કાર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ચક્ષુદાન, દેહદાન, સ્કીન ડોનેશનના સેંકડો ફોર્મ ભરાઇ ગયા છે. આ સેવા રવિવાર સુધી રામકથા પુરી થશે ત્યાં સુધી ચાલુ જ રહેશે'.
ઉલ્લેખનીય છે કે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ચક્ષુદાન ર૦ સ્કીન ડોનેશન અને પ૭ દેહદાન કરાવવામાં આવ્યા છે વધુ માહિતી માટે ઉમેશભાઇ મહેતા મો. ૯૪૨૮૫ ૦૬૦૧૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.
કથા સ્થળે ૧પ તબીબો સેવામાં
રાજકોટ તા. ર૮: રામકથા સ્થળે કથાશ્રવણઅર્થે ભાવિકોની સુવિધાઅર્થે શહેરની સીનર્જી હોસ્પિટલ ધ્વારા અદ્યતન મેડિકલ સાધનોથી સજજ ઈમરજન્સી સારવાર કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત ડોકટરો સહિત ૧૫થી વધુ તબીબી ટીમ પોતાની સેવા આપી રહી છે. પહેલા પાંચ દિવસમાં જ ૨૦થી વધુ દર્દીઓ કે જેને બ્લડપ્રેશર વધ-ઘટ થવું,પડવા-વાગવાથી ઈન્જરી થવી, છાતીનો દુઃખાવો, ગભરામણ, ધબકારા અનિયમિત થવા સમસ્યાઓનો સામનો કરવો પડયો તેવા દર્દીઓને ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી અને દર્દીઓને સ્વસ્થ કરાયા હતા.
તેમજ કથાસ્થળ ખાતે કાર્યરત કરાયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈ.સી.જી., સ્ટ્રેચર, ઓકસીજન માસ્ક, શોટ મશીન, ગ્લુકોઝના બાટલા, બેડ ઈમરજન્સી, વ્હીલ સ્ટ્રેચર, ઈમરજન્સી કીટ, નેબ્યુલાઈઝર, કાર્ડિયોગ્રામ, સકશન મશીન, કાર્ડિયાક એમ્બ્યુલન્સ, ઈલેકટ્રીક ટૂવ્હીલર, ગોલ્ફ કાર, એમ્બ્યુલન્સ સહિતના સાધનોથી સજજ છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાયો મેડીકલના યોગ્ય નિકાલ માટે પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
ત્યારે આ ઈમરજન્સી સારવાર કેન્દ્ર ખાતે સીનર્જી હોસ્પિટલના ડો.જયેશભાઈ ડોબરીયા, ડો. ઘનશ્યામ પીપરોતર, ડો. વિશાલ જોશી, ડો. અભિષેક કાપડીયા, ડો. વનરાજ, ડો.ફોરમબેન, ડો. સાનીયા મેડમ, ડો. જય સીતાપરા, નર્સીગ સ્ટાફમાં ચેતન પરમાર, ગૌતમ ઝીઝુવાડીયા, પ્રજ્ઞા મોરાળીયા, કરણ બળવા, ઋષી ચુડાસમા, હર્ષદ ડાંગર, હિના અપારનાથી, બીના મૈયડ, ગીરીશભાઈ, રાકેશભાઈ, હાઉસકીપીંગ ટીમ સહિતની ટીમ પોતાની સેવા આપી રહી છે અને જરૂર જણાયે કથાસ્થળે કોઈપણ દર્દીને સમસ્યા જણાય નિઃશુલ્કપણે તાત્કાલીક સારવાર પુરી પાડી રહી છે.
આવતીકાલે પધારનાર દિવ્ય વિભૂતિઓ

(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
