તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 28th November 2024
મહારાષ્ટ્રમાં સીએમ અને ડે.સીએમપદનું કોકડું ઉકેલાયું :હવે મોટા મંત્રાલયોને લઈને મથામણ
રાત્રે મહાયુતિની બેઠકમાં સરકારની રચનાનો ફોર્મૂલા નક્કી થઈ જશે: વિભાગોની વહેંચણીમાં દરેક સાથી પક્ષોની ભાગીદારી નક્કી કરવા માટે છ ધારાસભ્યો એક મંત્રી પદના ફોર્મ્યૂલા પર વિચાર

નવી દિલ્હી :દિલ્હીમાં સાંજે મહાયુતિના ટોચના ત્રણેય નેતાઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠક પહેલા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બનવાનું નક્કી છે, જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બની શકે છે.
મહાયુતિની આ બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંસદમાં કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના સહ-પ્રભારી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી છે. સૂત્રોના અનુસાર, આજે રાત્રે મહાયુતિની બેઠકમાં જ સરકારની રચનાનો ફોર્મૂલા નક્કી થઈ જશે
એકનાથ શિંદે શહેર વિકાસ અને MSRDC મંત્રાલય પોતાની પાસે રાખશે. આ સિવાય, શિંદે રાજસ્વ, કૃષિ, સ્વાસ્થ્ય, ગ્રામ્ય વિકાસ, ઉદ્યોગ અને સામાજિક ન્યાય જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોની માગ કરીશું. આ સિવાય શિંદે કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રી પદની માગ કરી શકે છે.
શિવસેનાના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે એકનાથ શિંદેને કેટલાક મોટા વિભાગોની સાથે કેબિનેટનો ભાગ બનાવવા જોઈએ, જે મહારાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત કરવામાં ફાયદાકારક રહેશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે, સરકારમાં એકનાથ શિંદની ગેરહાજરીથી પાર્ટીના ધારાસભ્યોને સરકારમાં જરૂરી ભાગીદારી અને ફંડ મેળવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે.
આ પ્રકારે અજિત પવારની પણ નજરે નાયબ મુખ્યમંત્રી પદની સાથે નાણા મંત્રાલય પર છે. ભાજપ નેતૃત્વ નાણા અને યોજના વિભાગ પોતાની પાસે રાખવા ઈચ્છે છે. અજિત પવાર કૃષિ, ખાદ્ય અને નાગરિક પુરવઠો, મહિલા અને બાળ કલ્યાણ, ચિકિત્સા શિક્ષા, રમત, ગ્રામ્ય વિકાસ, સહકારિતા અને માર્કેટિંગ જેવા મંત્રાલયો પોતાની પાસે રાખવા પર ભાર આપશે.
આ વચ્ચે ભાજપ ગૃહ વિભાગ, આવાસ અને શહેરી વિકાસ, નાણા, સિંચાઈ, ઉર્જા, પીડબ્લ્યૂડી, પર્યાવરણ અને પ્રવાસન, સંસદીય મામલા, કૌશલ વિકાસ અને સામાન્ય પ્રશાસન (GAD) જેવા મંત્રાલયો પોતાના કોટામાં રાખવા ઈચ્છે છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
