News of Friday, 29th November 2024
Bz કંપની કૌભાંડ કેસમાં: ૭ આરોપીની ધરપકડઃ એજન્ટોના વાહનો જપ્ત કરાશે

Bz કંપની કૌભાંડના માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ માલાએ ૩ હજાર એજન્ટ બનાવ્યા હતા. વધુ રોકાણ કરાવનાર એજન્ટના વાહનો જપ્ત કરાશે. આવા એજન્ટોની ૧પ થી વધુ મોંઘીદાટ કાર કબજે લેવાશે. ચાર્ટડ એકાઉન્ટન્ટ, ફોરેન્સિક એકસપર્ટ સાથે રાખી ટીમ તૈયાર કરાશે. ભૂપેન્દ્રસિંહના ઘરે સર્વે કરી ૩ લકઝુરિયસ કાર જપ્ત કરવામાં આવી છે. પોલીસે ભોગ બનનાર લોકોને ફરિયાદ કરવા અપીલ કરી છે.
ઉપરાંત કૌભાંડી Bz ગ્રુપના સી.એ. ઋષિત મહેતાને ત્યાં સી.આઇ.ડી.ના દરોડા પડયા છે. ઋષિત મહેતાના ઘર બહાર વૈભવી કાર જોવા મળી.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
