<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

વડીલો - વૃક્ષો પ્રથમ દેવ : કથામાં સંતો વરસ્‍યા

મિનિ કુંભમેળા જેવો માહોલ : વડીલો અને વૃક્ષોનો અનોખો મહિમા સ્‍થાપિત : હજારો ભાવિકો ભાવવિભોર

રાજકોટ તા. ૨૯ : રામકથામાં આજે સંત મિલન યોજાઈ ગયું જેમાં પ. પૂ. આચાર્ય મહામંડલેશ્વર જૂના પીઠાધિશ્વર સ્‍વામી શ્રી અવધેશાનંદગિરિજી. પ. પૂ. શ્રી શ્રી શ્રી જગદગુરૂ સ્‍વામી શ્રી ડો. નિર્મલાનંદ નાથજી મહારાજ, ૫. પૂ. શ્રી ગીતામનીષી મહામંડલેશ્વર જ્ઞાનાનંદજી મહારાજ, ગોવાથી પ. પૂ પદ્મશ્રી પદ્મનાભ પીઠાધીશ્વર ધર્મ ભૂષણ સ્‍વામી બ્રહ્મશાનંદજી મહારાજ, વૈષ્‍ણવોની કુલ આઠ પીઠ પૈકીનાં બીજી પીઠના વૈષણાવાચાર્ય ૫. પૂ દ્વિતીય ચંપારણીય પીઠાધીશ્વર વલ્લભકુળ તિલક શ્રી દ્વારકેશ બાવાશ્રી તથા ૫. પૂ ષષ્ઠ પીઠાધીશ્વર શાસ્‍તા પીઠના વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવાશ્રી, એસ.જી.વી.પી ગુરુકુળના અધ્‍યક્ષ શાષાી ૫. પૂ શ્રી માધવ પ્રિયદાસજી, કળષ્‍ણ ણામી સં'દાય આચાર્ય ૫ પૂ શ્રી કળષણમણીજી મહારાજ, પ. પૂ (ડો.) પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, નૈસર્ગિકા દીદી ઉપસ્‍થિત રહ્યા હતા.

૫. પૂ. આચાર્ય મહામંડલેશ્વર જૂના પીઠાધિશ્વર સ્‍વામી શ્રી અવધેશાનંદ ગિરિજીએ બીજરૂપ પ્રવચન આપતા કહ્યું કે વળદ્ધો થકી આપણું અસ્‍તિત્‍વ હોય છે, વળદ્ધો આપણાં આંગણાના દેવતા છે. વળદ્ધોના તિરસ્‍કારથી કોઈને સુખ નથી મળતું માટે વળદ્ધોને હમેશા સન્‍માન આપવું. તેમણે એમ પણ કહ્યું કે વળક્ષ પ્રથમ દેવતા છે. દસ પુત્રો સમાન એક પુત્રી પણ સો પુત્રી સમાન એક વળક્ષ એવું શાષાોમાં કહેવાયું છે. જો પળથ્‍વી પરથી વળક્ષો જશે તો જીવન પણ સમાપ્ત થઈ જશે માટે સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા જે પ્રવળત્તિ થઈ રહી છે જે ખરા અર્થમાં માનવતા અને પળથ્‍વી બચાવવાનું કામ છે.

તેમણે એમ પણ કહ્યું કે કુંભ મેળા જેવી સંતોની હાજરી અહી રાજકોટમાં જોવા મળી છે. તેમણે હિન્‍દુ ધર્મસભા વિષે વાત કરતાં કહ્યું કે રામસેતુનો ચુકાદો. વિશ્વ યોગ દિવસ, નવી શિક્ષણ નીતિ સહિતના કેટલાય નિર્ણયોમાં હિન્‍દુ ધર્મ સભાની વૈચારિક ભૂમિકા રહી છે.

ગોવાથી પધારેલા પ. પૂ પદ્મશ્રી પદ્મનાભ પીઠાધીશ્વર ધર્મ ભૂષણ સ્‍વામી બ્રહ્મેશાનંદજી મહારાજે સદભાવના વળદ્ધાશ્રમની સેવાઓને માર્ગદશન આપી, વેદનો મંત્રી ટાંકી વળદ્ધોની સેવાથી યશ, બળ અને આયુષ્‍ય વધે છે તેમ જણાવ્‍યું હતું. તેમણે સદભાવના વળદ્ધાશ્રમની સેવાઓને વ્‍યાપક બનાવવા અને સૌ ને સાથે મળીને સેવા આપવા અપીલ કરી હતી. કળષ્‍ણ પ્રણામી સંપ્રદાય આચાર્ય પ. પૂ શ્રી કળષણમણીજી મહારાજે સૌ પ્રથમ સદભાવના વળદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક ૫. પૂ (ડો.) પરમાત્‍માનંદ સરસ્‍વતીજીના પ્રાગટય દિનની શુભેચ્‍છા આપી હતી. તેમણે પૂ. મોરારિ બાપુની રામકથા સમાજ જાગરણનું માધ્‍યમ બનતી હોવાનું જણાવ્‍યું હતું. વૈદિક ગ્રંથોને સરળ ભાષામાં સમજાવી અનેક વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપી રહ્યા છે તેવા ૫. પૂ (ડો.) પરમાત્‍માનંદ સરસ્‍વતીજી સનાતન ધર્મનો સંદેશ વિશ્વમાં ફેલાવી રહ્યા છે. આજના પ્રાગટય દિન નિમિત્તે સ્‍વસ્‍થ રહે, સદભાવના વળદ્ધાશ્રમ અને વળક્ષોની વધુમાં વધુ સેવા કરે તેવી પ્રાર્થના કરીએ. ૫. પૂ ષષ્ઠ પીઠાધીશ્વર શાસ્‍તા પીઠના વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવાશ્રીએ જણાવ્‍યું હતું કે વેદ, વળક્ષ, વળદ્ધ આ સેવા સંકલ્‍પનો યજ્ઞ રામકથાના માધ્‍યમથી ચાલી રહ્યો છે. તેમાં આપણે સૌ સહભાગી બનીએ કારણ કે સંત એ ચાલતા વળક્ષ છે અને વળક્ષ એ બેઠેલા સંત છે. એક પ્રકારે આ સંત સેવા થઈ રહી છે. પૂ. બાપુ કથા રસ દ્વારા સમગ્ર વિશ્વની ભાવ સળષ્ટિને પ્રગટ કરી રહ્યા છે. આ શુભ યજ્ઞમાં જેનું જેટલું સામર્થ્‍ય હોય એમણે એ પ્રકારે સહયોગ આપવો જોઈએ તેવી અપીલ કરી હતી. પ. પૂ દ્વિતીય ચંપારણીય પીઠાધીશ્વર વલ્લભકુળ તિલક શ્રી દ્વારકેશ બાવાશ્રીએ પ. પૂ (ડો.) પરમાત્‍માનંદ સરસ્‍વતીજીના ૭૨ માં પ્રાગટય દિનની શુભેચ્‍છા પાઠવી એવું જણાવ્‍યું હતું કે તેમણે સનાતન ધર્મના એક છત્ર નીચે વિવિધ સં'દાયોને એક કરવાનું મહત્‍વનું કામ કર્યું છે. સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા વળક્ષારોપણ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ૧૫૧ કરોડ વળક્ષો વાવી અને ચાર વર્ષ સુધી તેનો ઉછેર કરવાનો જે સંકલ્‍પ કર્યો છે એ પર્યાવરણનું ભગીરથ કાર્ય છે. ૫. પૂ. શ્રી ગીતામનીષી મહામંડલેશ્વર જ્ઞાનાનંદજી મહારાજે રામકથાને સેવાનું અનુષ્ઠાન ગણાવી માર્ગશિર્ષ મહિનામાં ભગવદીય વિભૂતિઓ જે અનુષ્ઠાન કરે છે તેવું આ અનુષ્ઠાન સદભાવના વળદ્ધાશ્રમનું થઈ રહ્યું છે. સમગ્ર સનાતન ધર્મની સેવા પણ આ યજ્ઞમાં થઈ રહી છે.

 એક કાલખંડ દરમિયાન ભારત દેશ ઉપર આક્રમણકારોના હુમલા થયા હતા છતાં સંતોએ સનાતન ધર્મનું રક્ષણ કર્યું એટલે જ આજે આપણે સૌ રામકથા સાંભળી શકીએ છીએ. સદભાવના વળદ્ધાશ્રમ વળદ્ધોને નિરાશાની સામે આશાની દિશામાં લઈ જાય છે. પૂરી માનવતા માટે સદભાવના વળદ્ધાશ્રમ એક ઉદાહરણ બનશે તેમજ યુવાનોમાં સેવાના સંસ્‍કારોનું સિંચન કરશે.આ તકે પ. પૂ. શ્રી શ્રી શ્રી જગદગુરુ સ્‍વામી શ્રી ડો. નિર્મલાનંદ નાથજી મહારાજે કહ્યું કે વિજ્ઞાન માનવ હૃદયની નબળાઈ દૂર ન કરી શકે તે માત્ર ધર્મ જ કરી શકે.

 તેમણે ગ્‍લોબલ ર્વોમિંગ સામે લાલ બત્તી ધરી અને સદભાવના દ્વારા જે વધુમાં વધુ વળક્ષો વાવવાની પ્રવળત્તિ થઈ રહી છે તેને વધાવી વળદ્ધાશ્રમને વાનપ્રસ્‍થ આશ્રમ કહી નવા વળદ્ધાશ્રમ માટે શુભેચ્‍છા પાઠવી.

એસ.જી.વી.પી ગુરુકુળના અધ્‍યક્ષ શાષાી પ પૂ શ્રી માધવ પ્રિયદાસજીએ જણાવ્‍યું કે પ્રયાગમાં કુંભની તૈયારી થઈ રહી છે.

રાજકોટમાં તેના દર્શન થયા. પ્રયાગમાં ત્રિવેણી વહે છે. અહી સત્‍ય, પ્રેમ, કરુણાની ત્રિવેણી વહે છે. તેમણે ૫. પૂ (ડો.) પરમાત્‍માનંદ સરસ્‍વતીજીને જન્‍મદિનની શુભકામના પાઠવતા જણાવ્‍યું કે સ્‍વામીજીએ અન્‍ય ધર્મના અનેક મહાનુભાવોને હિન્‍દુ ધર્મ અને ભારતીય સંસ્‍કળતિથી અવગત કરાવ્‍યા અને આપણે શાંતિના ઉપદેશકો છીએ એ સાબિત કર્યું.

સુરતમાં કિરણ હોસ્‍પિટલ સહિત વિવિધ ક્ષેત્રમાં માતબર યોગદાન આપનાર પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ સદભાવના વળદ્ધાશ્રમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવાની સાથે એવું જણાવ્‍યું હતું કે સદભાવના વળદ્ધાશ્રમે વળદ્ધાશ્રમ અને વળક્ષારોપણ સહિતની સેવાઓમાં ચોકકસાઈ રાખવાનો એક નવો રસ્‍તો સમગ્ર દેશને બતાવ્‍યો છે. એક જન આંદોલન ઊભું કરવામાં સદભાવના વળદ્ધાશ્રમ ઉદાહરણ બન્‍યું છે.

દેશના આશરે ૨ હજાર જેટલા ઉધ્‍યોગોનું સંકલન કરી વળક્ષારોપણ અભિયાનને વેગ મળે તેવા પ્રયાસો સુરત તેમજ સુરતની આસપાસ થઈ રહ્યા છે. પૂ. મોરારિબાપુ દેશના સર્વાગી વિકાસના આ યજ્ઞમાં રામકથાના માધ્‍યમથી વ્‍યાપક સહયોગ આપી રહ્યા છે.

આ તકે રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ડો. ભરતભાઈ બોઘરા, ગુજરાત સરકારના મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા. રાઘવજીભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

જય વસાવડા દ્વારા એક રૂમનું અનુદાન

રાજકોટ : યુવાનોના પ્રિય લેખક રાજકોટના જય વસાવડાએ તેમના પિતા સ્‍વ. લલિતભાઈ વસાવડા અને માતા સ્‍વ. જયશ્રીબેન વસાવડાની સ્‍મળતિમાં વળદ્ધો અને વળક્ષોના શુભાર્થે થઈ રહેલી પૂ. મોરારિબાપુની માનસ સદભાવના રામકથામાં નવા બની રહેલા સદભાવના વળધ્‍ધાશ્રમ માટે એક રૂમનુ અનુદાન આપ્‍યું છે.

જયભાઈ રાજકોટના સમાચાર પત્રથી શરૂ કરીને ગુજરાત સમાચારમાં કટાર લેખક તરીકે ૧૯૯૬માં જોડાયા. આજે જયભાઇની દર અઠવાડિક કટારો, અનાવળત અને સ્‍પેક્‍ટ્રોમીટર પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી અઠવાડિક અભિયાનમાં રંગત સંગત કટાર ૨૦૦૮થી લખે છે. તેમણે મિડ-ડેની મુંબઈ આવળત્તિ અને અનોખી, આરપાર અને ગુજરાત માસિકો માટે કટાર લેખન કર્યું છે. તેઓ ગુજરાત અને અન્‍ય સ્‍થળોએ વિવિધ વિષયો પર વ્‍યાખ્‍યાનો આપે છે.

યુવાનોના પ્રિય લેખક રાજકોટના જય વસાવડાએ તેમના પિતા સ્‍વ. લલિતભાઈ વસાવડા અને માતા સ્‍વ. જયશ્રીબેન વસાવડાની સ્‍મળતિમાં સદભાવના વળધ્‍ધાશ્રમને જામનગર રોડ, રામપર ખાતે નવા બની રહેલા વળદ્ધાશ્રમ માટે એક રૂમનું અનુદાન આપ્‍યું છે.

 

કથામાં વ્‍યસનમુકિત અભિયાન

રાજકોટ : રામકથા સ્‍થળે વિનામૂલ્‍યે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, નિઃશૂલ્‍ક ચા-પાણીનું પરબ, સીવીલ હોસ્‍પિટલના લાભાર્થે રકતદાન કેમ્‍પ જેવી પ્રવૃતિઓ યોજાઈ રહી છે.ત્‍યારે કથાસ્‍થળે લોકો તમામ પ્રકારના વ્‍યસનમાંથી મુકત થાય તે માટે વ્‍યસન મુકિત કેન્‍દ્રનો સ્‍ટોલ પણ કાર્યરત કરાયો છે, જેમાં કથાશ્રવણ અર્થે આવનાર ભાવિકોને વ્‍યસનમુકિતનો સંકલ્‍પ લેવાડવવામાં આવે છે તેમજ તમાકુનું વ્‍યસન ધરાવતા લોકોને નિઃશૂલ્‍ક દવા પણ વિતરણ કરી તે વ્‍યસનમુકત બને તેવા પ્રયાસો કરવામાં આવે છે.

વ્‍યસન મુકિત સ્‍ટોલમાં નિઃસ્‍વાર્થભાવે સેવા બજાવતા અજયભાઈ વાડોલીયાએ જણાવેલ કે પૂ. મોરારિ બાપુ કથા દરમ્‍યાન લોકોને દરેક પ્રકારના વ્‍યસનમાં થી મુકત થવાનો બોધપાઠ આપે છે ત્‍યારે રામકથા શ્રવણઅર્થે વિશાળ સંખ્‍યામાં ભાવિકો આવતા હોય છે, ત્‍યારે સંપૂર્ણ સમાજને વ્‍યસન મુકત કરવાના ઘ્‍યેય સાથે અમારા ઘ્‍વારા સીગારેટ, તમાકુનું વ્‍યસન ધરાવતા લોકોને નિઃશુલ્‍ક દવા વિતરણ કરવામાં આવે છે.અત્‍યાર સુધીમાં અમારી સંસ્‍થા ઘ્‍વારા ૪૮ હજારથી વધુ લોકોને વ્‍યસનમુકિતનો સંકલ્‍પ લેવડાવવામાં આવ્‍યો છે અને આ રામકથાના છ દિવસમાં સેંકડો લોકોને વ્‍યસન મુકિતનો સંકલ્‍પ લેવડાવીને નિઃશુલ્‍ક વ્‍યસનમુકિતની દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે.

(2:48 PM IST)