News of Friday, 29th November 2024
મોબાઇલમાંથી તાત્કાલિક ડીલીટ કરો આ ૧પ એપ્સ લાખો લોકો બની ચુકયા છે શિકાર

નવી દિલ્હીઃ દેશમાં ઓનલાઇન ફ્રોડના કેસ ઝડપથી વધી રહયાં છે. સ્કેમર્સ ઓનલાઇન ફ્રોડ કીને લોકોના લાખો રૂપીયન ગાયબ કરી રહયાં છે. અને દરમ્યાન એવી બોગસ એપ્સની ભાળ મળી છે, જે લોકોને પોતાની ઠગાઇનો શિકાર બનાવે છે. મેક એફીના લેટેસ્ટ રીપોર્ટ અનુસાર, છેલ્લાં કેટલાક મહિનાઓથી ઘણી બોગસ એપ્સે લોકો સાથે છેતરપીંડી કરી છે. તેમને સરળ લોનની લાલચ આપીને જાળમાં ફસાવ્યા છે અને પછી છેતરપીંડી કરી છે. આ બોગસ લોકો એપ યુઝર્સની અંગત માહિતી અને બેંક ડીટેઇલ ચારે છે, જેનાથી છેતરપીંડીનું જોખમ વધી ગયું છે. મેક એફીએ આવી ૧પ બોગસ લોન એપની ઓળખ કરી છે. જેને લાખો લોકોએ ડાઉનલોડ કરી છે.
મેક એફીના રીપોર્ટ અનુસાર, આ ૧પ બોગસ એપ્સને લગભગ ૮૦ લાખ યુઝર્સોએ ડાઉનલોડ કરી છે. તેમાંથી મોટા ભાગના યુઝર્સ ગુગલ પ્લે સ્ટોરના છે. જો કે આમાંથી કેટલીક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દેવાઇ છે.
કેટલીક એપ્સ હજુ પણ યુઝર્સના ફોનમાં મોજુદ છે. આ બોગસ એપ્સ ઇન્સ્ટોલ થતાં જ ઘણાં પ્રકારની પરમીશનો માંગે છે. તમારે તેના માટે મેસેજ, કેમેરા, માઇક્રોફોન અને લોકેશનના એકસેસ આપવા પડશે. ઘણાં લોકો સમજયા કે વિચાર્યા વગર આવી પરમીશનો આપી દેતા હોય છે.એકવાર એપને એકસેસ મળી જાય તો તે બેંકીંગ માટે જરૂરી ઓટીપી સહિત આપના જરૂરી ડેટા સરળતાથી ચોરી શકાય છે.

(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
