News of Friday, 29th November 2024
હું ૧પ૦ વર્ષ જીવીશઃ મોરારીબાપુ

મોરારિબાપુએ રામકથા દરમ્યાન ૧૫૦ વર્ષ જીવવું છે એવો પોતાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે કહયું કે અમેરિકામાં એક વૈજ્ઞાનિકે મને કહયું કે વિજ્ઞાન હવે વ્યકિત ૧૫૦ વર્ષ જીવી શકે એવું સંશોધન કરી રહયું છે ત્યારે પૂ. બાપુએ ૧૫૦ જીવવાનો પોતાનો સંકલ્પ વ્યકત કર્યો!
તેમણે કહયું કે મારે ૧૫૦ વર્ષ જીવવું છે અને આવતા જન્મની કેટલીક કથાઓનું મે બુકીગ આપી દિધુ છે, જેમાં પહેલી કથા મારે કૈલાશમાં કરવી છે. તેમણે કહયું કે રાજકોટમાં જે રીતે ભાવિકો કથામંડપમાં ઉમટે છે અને વળધ્ધો અને વળક્ષોની સેવાનો સંકલ્પ થઈ રહયો છે એ મને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. મારા માટે તો આ જ સ્વર્ગ છે. પૂ. બાપુએ પોતાનો સંકલ્પ હળવા મુડમાં રજૂ કરતાં લોકો પણ ખુબ હળવા મુડમાં આવી ગયા હતા અને હાસ્યની છોળો ઉછળી હતી.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
