<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ચક્રવાતી વાવાઝોડું ફેંગલ તટ પ્રદેશ તરફ આગળ વધ્યું : તમિલનાડુ-પુડુચેરી તટ પ્રદેશ નજીક પહોંચે તેવી શક્યતા

તમિલનડુના મહાબલીપુરમમાં સમુદ્રએ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું હાઈ ટાઈડને પગલે લોકોને સાવધાન રહેવા સૂચના

નવી દિલ્હી : દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સર્જાયેલ ડિપ ડિપ્રેશનએ ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

ભારતીય હવામાન વિભાગ તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી હતી. IMDએ જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર ડિપ ડિપ્રેશન આજે ભારતીય સમય પ્રમાણે બપોરે 2:30 વાગે આ ક્ષેત્રમાં ફેંગલ એ ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કર્યું હતુ.

હવે ફેંગલ નામનું આ ચક્રવાતી વાવાઝોડુ 30 નવેમ્બરે બપોરે તમિલનાડુ-પુડુચેરી તટ પ્રદેશ નજીક પહોંચે તેવી શક્યતા છે. તે સમયે પવનની ગતિ 90 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. તેને પગલે સમુદ્રમાં ઊંચા મોજા આવી શકે છે.

આ દરમિયાન તમિલનડુના મહાબલીપુરમમાં સમુદ્રએ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ ચક્રવાત આવતીકાલે બપોરે મહાબલીપુરમ અને તેની આજુબાજુના વિસ્તારોમાં એન્ટ્રી કરી શકે છે.

મહાબલીપુરમના દરિયા કિનારથ ડ્રોન વીડિયો લેવામાં આવ્યો છે. સમુદ્રના મોજા સામાન્ય કરતાં વધારે ઊંચા છે અને હાઈ ટાઈડને પગલે લોકોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે.

(9:16 PM IST)