<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

વૈશ્વિક સંકેત અને જવેલર્સની ખરીદી વધતા સોનામાં 700 રૂપિયા અને ચાંદીમાં 1,300 રૂપિયાનો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 20.60 ડોલર એટલે કે 0.77 ટકા ઉછળી ઔંસદીઠ 2,685.40 રહ્યા

નવી દિલ્હી :વિદેશી બજારોમાંથી મળેલા સંકેતો અને સ્થાનિક જ્વેલર્સ તરફથી ખરીદી નિકળતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 700 વધી રૂપિયા 79,400 રહ્યા છે.

જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,300 ઉછળી રૂપિયા 92,200 રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)ખાતે સોનાનો ડિસેમ્બર મહિનાનો વાયદો રૂપિયા 602 એટલે કે 0.79 ટકા વધી રૂપિયા 76,326 રહ્યા હતા.

જ્યારે ડિસેમ્બર મહિના માટેનો ચાંદીનો વાયદો રૂપિયા 1,049 એટલે કે 1.19 ટકા વધી રૂપિયા 89,051 રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 20.60 ડોલર એટલે કે 0.77 ટકા ઉછળી ઔંસદીઠ 2,685.40 રહ્યા છે.જ્યારે ઔંસદીઠ ચાંદીનો ભાવ 1.94 ટકા વધી 31.15 ડોલર રહ્યા છે.

દરમિયાન અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,500 વધી રૂપિયા 89,500 જ્યારે અમદાવાદ સોનુ (99.9) રૂપિયા 300 વધી રૂપિયા 79,300 જ્યારે અદાવાદ સોનુ (99.5) રૂપિયા 300 વધી રૂપિયા 79,100 રહ્યા હતા.

(9:53 PM IST)