News of Friday, 29th November 2024
મહારાષ્ટ્રમાં મડાગાંઠ : શિવસેનાને સીએમપદ અથવા ગૃહ, નાણાં અને સ્પીકરપદ આપો :બે માંગ નહીં સંતોષાય તો બહારથી સમર્થન આપશું :શિંદેએ ધોક્કો પછાડ્યો
બપોરે એકનાથ શિંદે અચાનક તેમના વતન સતારાના ગામ જવા રવાના થઈ ગયા: નવી સરકારની રચનાને લઈને મડાગાંઠ ચાલુ

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં નવી સરકારને લઈને મહાયુતિ વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે, કોણ બનશે મુખ્યમંત્રી આ બાબતે અનેક તર્કવિતર્ક વચ્ચે એવા અહેવાલો મળી રહ્યા છે કે એકનાથ શિંદે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન ત્રણ માંગણીઓ કરી હતી.
સીએમ પદ શિંદે શિવ સેનાને આપવામાં આવે.
જો સીએમ ન હોય તો ગૃહ, નાણા અને સ્પીકરનું પદ શિવ સેનાને આપવું જોઈએ.
જો ઉપરોક્ત બે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો શિવસેના 57 ધારાસભ્યો સાથે હિંદુત્વના મુદ્દે મહારાષ્ટ્રમાં ભાજપ સરકારને બહારથી સમર્થન આપશે.
આજે બપોરે એકનાથ શિંદે અચાનક તેમના વતન સતારાના ગામ જવા રવાના થઈ ગયા. નવી સરકારની રચનાને લઈને મડાગાંઠ ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
