News of Saturday, 30th November 2024
દેશના ઓછા લોકપ્રિય પર્યટન કેન્દ્રો, ઇન્ટરનેશનલ લેવલના બનશે
કેન્દ્ર સરકારે પર્યટન મંત્રાલયને રૂ.૩૨૮૯ કરોડની ૪૦ દરખાસ્તો (પ્રોજેક્ટ) ને મંજૂરી આપી

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે દેશમાં તમામ એવા આઇકૉનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશંસને ઇન્ટરનેશનલ લેવલ પર ઝળહળતા કરવાની યોજના બનાવી છે તેને માટે કેન્દ્ર સરકારે જુદા જુદા રાજ્યો પાસેથી પ્રસ્તાવ મંગાવ્યા હતા જેની અંતિમ તારીખ ૧૫ ઓક્ટોબર હતી. તેને માટે કેન્દ્ર સરકારને રાજ્યો તરફથી લગભગ ૮૦૦૦ કરોડની કુલ ૮૭ દરખાસ્તો મળી, જેમાંથી કેન્દ્ર સરકારે પર્યટન મંત્રાલયને રૂ.૩૨૮૯ કરોડની ૪૦ દરખાસ્તો (પ્રોજેક્ટ) ને મંજૂરી આપી છે.
આ મંજૂરી કેન્દ્ર સરકારની એસએએસસીઆઈ યોજના હેઠળ આપવામાં આવી છે. જેમાં રાજસ્થાન :- જયપુરમાં આમિર- નાહરગઢ અને આસપાસનો વિસ્તાર અને જળમહલ પ્રોજેક્ટ. ઉત્તર પ્રદેશ :- બટેશ્વર અને શ્રાવસ્તીનો વિકાસ, ઉત્તરાખંડ :- ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ બેસસ્ટેશન, પંજાબ :- એસબીએસ નગરમાં હેરિટેજ સ્ટ્રીટ, અરુણાચલ :- સિયાન્ગ એડવેન્ચર અને ઈકો-રિટ્રીટ પાસીઘાટ, આસામ :- ગુવાહાટીનો બોટેનિકલ ગાર્ડન અને શિવસાગરમાં રંગ ઘર, બિહાર :- સહરસાની મત્સ્યગંધા ઝીલ, કરમચટ ઇકો-ટુરીઝમ અને એડવેન્ચર સેન્ટર, ઝારખંડ :- કોડરમાના તિલૈયાને ઈકો-ટૂરિઝમ પ્રોજેક્ટ, તેલંગાના :- રામપ્પા સર્કિટ, મધ્યપ્રદેશ :- ઓછા પ્રોજેક્ટનનો સમાવેશ થાય છે. જેમાં કેન્દ્ર સરકાર રાજ્યોને નિવેશને માટે વિશેષ સહાયતા આપે છે
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
