<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

લગ્ન મંડપમાં દુલ્‍હને પતિને આપ્‍યા વિચિત્ર વચનો

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ : દુલ્‍હન એક અલગ જ અંદાજમાં પોતાના બનનાર પતિને વચન આપી રહી છે

નવી દિલ્‍હી, તા.૩૦: હાલના સમયમાં સોશિયલ મીડિયાનો જમાનો છે. ત્‍યારે લોકો પોતાની જિંદગીની નાનીમાં નાની થી લઈને મોટામાં મોટી ખુશીની પળો ઈન્‍ટરનેટ પર શેર કરતા હોય છે. પહેલા આવું તમામ પ્રાઈવેટ માનવામાં આવતું હતું. જોકે હાલમાં ઈન્‍ટરનેટ અને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મના માધ્‍યમથી તમામને દેખાડતા હોય છે. જોકે લગ્ન એ પોતાના નજીકના લોકોની હાજરીમાં કરવામાં આવતા હોય છે પરંતુ હાલના સમય પ્રમાણે લગ્નને પણ લોકો સોશિયલ મીડિયાના માધ્‍યમથી ઈન્‍ટરનેટ પર શેર કરવા લાગ્‍યા છે.

તમે લગ્નમાં વર-વધુ ફેરા ફરતી વખતે લેવામાં આવતા વચનો પર ભાગ્‍યે જ ધ્‍યાન આપ્‍યું હશે. ત્‍યારે હાલમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્‍યો છે જેમાં દુલ્‍હન પોતાના થનાર પતિને એક અલગ જ અંદાજમાં વચન આપી રહી છે. જે ઈન્‍ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહયો છે અને લોકો પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહયા છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ લગ્ન મંડપમાં બેઠું છે. ત્‍યારે દુલ્‍હન પોતાના હાથમાં માઈક લઈને પોતાના થનાર પતિને એવા વિચિત્ર વચન આપી રહી છે. આ વીડિયોમાં દુલ્‍હન પતિને વચન આપતા કહે છે કે ‘છળ કપટ નહીં કરું. ઈર્ષા, દ્વેષ, ચુગલીથી બચીને રહીશ. ઓછામાં ઓછા ખર્ચમાં ઘર ચલાવીશ. ફાલતુના ખર્ચા અને ફેશનથી બચીને રહીશ.' દુલ્‍હન પોતાના આ વચન આપતી વખતે ચુગલી અને ફેશનના વચન પર પોતે જ હસવા લાગી હતી.(

(9:41 AM IST)