<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

'ધાર્મિક મુદ્દાઓની આડમાં ભાજપ રાજકીય રોટલાં શેકે છેઃ બહેન માયાવતી ભડક્યાં

નવી દિલ્‍હીઃ હરિયાણા, મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ બાદ બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે. માયાવતીએ કહ્યું કે, ધાર્મિક મુદ્દાની આડમાં ભાજપ રાજકીય રોટલાં શેકી રહી છે. ભાજપે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં સરકારી મશીનરીના દુરૂપયોગનો પણ આરોપ લગાવ્યો. કોંગ્રેસ તેમજ ભાજપ અલગ-અલગ પ્રકારે બસપાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી આપણે એકસાથે મળીને સંઘર્ષ કરવાનો રહેશે.

બહેન માયાવતીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિવસ પર પ્રદેશના વિભિન્ન મંડળો અને દેશના અન્ય રાજ્યોમાં કાર્યક્રમોનું આયોજન કરી વંચિત સમાજને એકજૂટ રહેવાનો સંદેશ આપવાનો નિર્દેશ પણ કર્યો છે. લખનૌ, કાનપુર તેમજ અયોધ્યા મંડળના બસપા કાર્યકર્તા ગોમતીનગર સ્થિત સામાજિક પરિવર્તન સ્થળ પર એકત્ર થઈને ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે.

મેરઠ તેમજ દિલ્હીના કાર્યકર્તા નોયડાના ગ્રીન ગાર્ડન (પાર્ક)માં શ્રદ્ધા-સુમન અર્પિત કરશે. બાકીના 14 મંડળ સહિત અન્ય રાજ્યોમાં આયોજિત થતાં કાર્યક્રમોમાં બસપા કાર્યકર્તાઓને એકત્ર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જોકે, પાર્ટીના રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર આકાશ આનંદ બેઠકમાં સામેલ ન હતા થયાં.

ઉત્તર પ્રદેશમાં થયેલી પેટાચૂંટણીમાં હાર બાદ શનિવારે બસપા મુખ્યાલયમાં ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં માયાવતીએ કહ્યું કે, સત્તાની માસ્ટર કી પ્રાપ્ત કરવા માટે વંચિત તેમજ સર્વસમાજને એકજૂટ કરવું પડશે. પહેલાં કોંગ્રેસ અને હવે ભાજપની ગરીબ વિરોધી નીતિઓને લઈને કોંગ્રેસ તેમજ ભાજપની વિરૂદ્ધ લોકોમાં આક્રોશ છે.

(3:15 PM IST)