News of Monday, 2nd December 2024
સૂટ-બૂટ પહેરીને આખી જાન પીધેલી હાલતમાં હતી : ૪૮ની ધરપકડ
ખુશીના અવસર પર બે-ચાર પેગ મારીને દુલ્હન લેવા માટે જાનૈયા નીકળી પડયા : લગ્નને બદલે પહોંચ્યા કસ્ટડીમાં: જાન સાથે દારૂનો મોટો જથ્થો પણ લઈને જતા હતાઃ પકડાયેલામાં સાત દારૂના માફિયા પણ હતા

મુઝફ્ફરપુર, તા.૨: હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે આવા સમયે જાનૈયાઓને મહેફિલ જમાવવા અને જામ છલકાવા મોંઘા પડી શકે છે. કારણ કે, ગુજરાત અને બિહાર જેવા રાજ્યોમાં સંપૂર્ણ દારૂબંધી છે. ત્યારે લગ્નની સીઝનમાં બિહારમાં ભારે માત્રામાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. જોકે, તેને લઈને આબકારી ખાતું પણ એક્ટિવ થઈ ગયું છે. તેના માટે ટીમો ખાસ અભિયાન પણ ચલાવી રહી છે. શુક્રવારની રાત્રે એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો.
હકીકતમાં જોઈએ તો, કોઈ પોતાના ભત્રીજા, ભાઈ કે દોસ્તના લગ્નમાં સૂટ-બૂટ પહેરીને જાનૈયા બનીને આવ્યા હતા. ખુશીના અવસર પર બે-ચાર પેગ મારીને દુલ્હન લેવા માટે જાનૈયા નીકળી પડયા. તેમજ, સમયે અલગ અલગ પોલીસ ટીમો રસ્તા પર અભિયાન માટે ઊભી હતી. ચેકિંગ દરમિયાન જાનૈયાની ગાડી પણ રોકી લીધી. બાદમાં, જાનૈયાઓનું ચેકિંગ શરૂ થયું. તેમાં કેટલાય જાનૈયાઓ દારૂ પીધેલી હાલતમાં પકડાયા.
આબકારી ખાતું અને પોલીસ વિભાગે મળીને ૪૮ લોકોની ધરપકડ કરી. તમામની ફાઈલ ચેક કરતાં જાણવા મળ્યું કે, તેમાં સાત દારૂના માફિયા પણ હતા. પકડાયેલા ૪૮ લોકો જાનૈયા હતા અને જાન સાથે દારૂનો મોટો જથ્થો પણ લઈને જાનમાં જતા હતા. આપને જણાવી દઈએ કે, બિહારમાં દારૂબંધીને લઈને થોડી ઢીલ આપવામાં આવી છે. હવે પહેલી વાર દારૂ પીતા પકડાયા બાદ ૫૦ હજારનો દંડ અથવા ત્રણ મહિનાની સજાની જોગવાઈ છે. દારૂના નશામાં પકડાયેલા લોકો સાથે પૂછપરછ કરી. દારૂ માફિયા સાથે જોડાયેલા લોકોની લિંક પોલીસ શોધી રહી છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
