<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

મુંબઈ હાઇકોર્ટનો અભૂતપૂર્વ ચુકાદો: ન્યાયાધીશો સામે લાંચનો આરોપ કોર્ટની અવમાનના - કન્ટેન્ટ ઓફ કોર્ટ નથી

ન્યાયાધીશ સામે લાંચના આરોપો કોર્ટની ફોજદારી અવમાનના નથી, તેવો ચુકાદો બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં આપ્યો છે.

બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો કે ન્યાયાધીશ ઉપર ગેરકાયદેસર લાંચ સ્વીકારવાનો આરોપ મૂકવો એ કોર્ટની અવમાનના કાયદા -કન્ટેન્ટ ઓફ કોર્ટ કાનૂન એસ બી પાટીલ વિ મનુભાઈ હરગોવનદાસ પટેલ] હેઠળ કોર્ટની ફોજદારી અવમાનનાના ગુના સમાન નથી.

જસ્ટીસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બનેલી બેન્ચે કહ્યું કે ન્યાયાધીશ સામે લાંચની આવી વ્યક્તિગત ટિપ્પણીઓ ન્યાયના વહીવટમાં દખલ કરશે નહીં અથવા કોર્ટની સત્તાને ઓછી કરશે નહીં.

"સંબંધિત ન્યાયાધીશ સામે કરવામાં આવેલી આ વ્યક્તિગત ટિપ્પણીઓ છે તે ધ્યાનમાં લેતા, તે ન્યાયના વહીવટમાં 'દખલગીરી પેદા કરવા' અથવા કોર્ટની સત્તાને ઓછી કરતી નથી, અને તેથી કન્ટેન્ટ ઓફ કોડ લોની કલમ ૧૫(૨) (ગુનાહિત અવમાનના - ક્રિમિનલ કન્ટેન્ટમ્પ્ટ) ને લાગુ પડતી નથી. તેમ મુંબઈ હાઇકોર્ટની બેન્ચે કહ્યું હતું.

આ સાથે હાઇકોર્ટે થાણે સિવિલ જજ દ્વારા કોર્ટના તિરસ્કાર માટેના કરેલ ફોજદારી સંદર્ભને ફગાવી દીધો. (તસવીર અને અહેવાલ બાર એન્ડ બેન્ચ ના સૌજન્યથી)

 

(10:28 PM IST)