News of Tuesday, 3rd December 2024
વિશ્વની સૌથી લાંબી મિથિલા પેન્ટિંગ બનાવીને રેકોર્ડ બનાવ્યો
કાર્યક્રમમાં બે પદ્મશ્રી સમ્માનિત કલાકારો ઉપરાંત આશરે ૩૦ જેટલા નેશનલ એવોર્ડ પ્રાપ્ત પણ સામેલ

મધુબની: કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગ અને ઉદ્યોગ તેમજ પર્યટન વિભાગના સંયુક્ત સહકારથી રવિવારે વિશ્વની સૌથી લાંબી મિથિલા પેન્ટિંગ બનાવવામાં આવી. મિથિલા ચિત્રકલા સંસ્થાના પ્રાંગણમાં બનાવેલી આ પ્રિન્ટિંગ અનોખી છે, તેમાં ૧૮૨ વિષયોને સામેલ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં બે પદ્મશ્રી સમ્માનિત કલાકારો ઉપરાંત આશરે ૩૦ જેટલા નેશનલ એવોર્ડ પ્રાપ્ત પણ સામેલ છે.
કલાકારોએ મધુબની જિલ્લાના સ્થાપના દિવસ પર એક દિવસમાં ૧૯૦૦ ફુટ લાંબુ પેઇન્ટિંગ બનાવી કિર્તિમાન સ્થાપિત કર્યો છે.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
