News of Tuesday, 3rd December 2024
જીડીપી ગ્રોથ ઘટયો : મેન્યુફેક્ચરિંગ ૧૧ મહિનાના નીચા સ્તરે, ફુગાવો તેની ટોચે... શું ભારત ચીનના માર્ગે જઈ રહયું છે ?
ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે : પરંતુ બીજા ક્વાર્ટરમાં આપણો જીડીપી વળદ્ધિ અપેક્ષા કરતાં ઘણી ઓછી હતી આ સાથે અન્ય ઘણા આર્થિક પરિબળો પણ ભારત માટે ચિંતાનું કારણ

નવી દિલ્હી, તા.૩: અર્થતંત્રના મોરચે ભારત માટે તાજેતરમાં ઘણા નિરાશાજનક સમાચાર આવ્યા છે. બીજા ક્વાર્ટરમાં જીડીપી વળદ્ધિ અપેક્ષા કરતાં ઘણી ઓછી હતી. મોંઘવારી ચરમસીમાએ છે ત્યારે રૂપિયો પાતાળમાં ગયો છે. નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ૧૧ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીઓના પરિણામો પણ નિરાશાજનક રહ્યા હતા. જેના કારણે શેરબજારમાં ઘટાડો નોંધાયો છે અને વિદેશી રોકાણકારો નાણાં ઉપાડવામાં વ્યસ્ત છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી છે. શું ભારત ચીનના રસ્તે જઈ રહ્યું છે?
જીડીપી ઘટયો
બીજા ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા ધીમી પડી. ગયા અઠવાડિયે જારી કરાયેલા ડેટા અનુસાર, દેશનો આર્થિક વિકાસ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘટીને ૫.૪% થયો છે, જે લગભગ બે વર્ષમાં સૌથી નીચો સ્તર છે. અગાઉ, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વળદ્ધિ દર ૪.૩% હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શન અને વપરાશમાં મંદીના કારણે દેશની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી છે. જો કે, ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો GDP વળદ્ધિ દર ૪.૬% હતો.
મોંઘવારી ટોચે
ઓક્ટોબરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો વધીને ૬.૨૧% થયો હતો. આ ૧૪ મહિનામાં તેનું સર્વોચ્ચ સ્તર છે. સપ્ટેમ્બરમાં તે ૫.૪૯% હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં CPI આધારિત ફુગાવો ૪.૮૭ ટકા હતો. ગયા વર્ષના ઓગસ્ટ પછી આ પ્રથમ વખત છે જ્યારે રિટેલ ફુગાવો આરબીઆઈના સહનશીલતા બેન્ડથી ઉપર ગયો છે. વધતી જતી મોંઘવારીને કારણે RBI વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શકયતાઓ ફરી એક વખત ઘટી ગઈ છે.
રૂપિયો તળિયે
મંગળવારે શરૂઆતના વેપારમાં તે ચાર પૈસા ઘટીને ૮૪.૭૬ પ્રતિ ડૉલરના તેના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારોમાં ડૉલરની મજબૂતી અને રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરતી વિદેશી મૂડીના સતત ઉપાડને કારણે રૂપિયાની આ સ્થિતિ બની છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે રૂપિયામાં ઘટાડા માટેના મુખ્ય કારણોમાં બ્રિક્સ ચલણને લઈને ટ્રમ્પની ચેતવણી, યુરોઝોનમાં રાજકીય અસ્થિરતા, નબળા સ્થાનિક મેક્રો ઈકોનોમિક ઈન્ડિકેટર્સ અને વિદેશી મૂડીનું સતત ઉપાડ છે. સોમવારે રૂપિયો ૧૨ પૈસા ઘટીને ૮૪.૭૨ પ્રતિ ડૉલરની સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
ટ્રમ્પની ધમકી
નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો બ્રિક્સ દેશો યુએસ ડોલરને નબળો પાડવાનું કામ કરશે તો તેમની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે. ભારત બ્રિક્સનું સ્થાપક સભ્ય છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર રહ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની નિકાસ $૭૭.૫૧ બિલિયન હતી જ્યારે આયાત $૪૨.૨ બિલિયન રહી હતી. તેનો અર્થ એ કે ભારત અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં ટ્રમ્પની ચેતવણી ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે.
મેન્યુ - ગ્રોથ ઘટયો
નવેમ્બરમાં ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ઘટીને ૫૬.૫ થયો હતો. જે છેલ્લા ૧૧ મહિનામાં સૌથી નીચો છે. ધીમી ઓર્ડર વળદ્ધિ વચ્ચે ફુગાવાના દબાણને કારણે વળદ્ધિ મર્યાદિત રહી. સોમવારે જારી કરાયેલા માસિક સર્વેમાં આ માહિતી આપવામાં આવી છે. HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) નવેમ્બરમાં ઘટીને ૫૬.૫ ના ૧૧ મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો હતો જે ઓક્ટોબરમાં ૫૭.૫ હતો. ભ્પ્ત્ ભાષામાં, ૫૦ થી ઉપરનો આંકડો વળદ્ધિ સૂચવે છે, જ્યારે ૫૦ થી નીચેનો આંકડો ઘટાડો સૂચવે છે.
ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેનું કદ ભારત કરતાં લગભગ પાંચ ગણું વધારે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચીનની અર્થવ્યવસ્થા અનેક પડકારોનો સામનો કરી રહી છે. રિયલ એસ્ટેટની હાલત ખરાબ છે, લોકો પૈસા ખર્ચવાને બદલે બચતમાં વ્યસ્ત છે, અમેરિકા સાથે વેપાર યુદ્ધ સતત વધી રહ્યું છે, બેરોજગારી ચરમસીમાએ છે અને વિદેશી કંપનીઓ તેમની બેગ પેક કરવામાં વ્યસ્ત છે. ભારતમાં પણ આવા જ સંકેતો જોવા મળે છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
