તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Tuesday, 3rd December 2024
બે વર્ષમાં ૧૩ રાજયોમાં હારથી હચમચી કોંગ્રેસ
નવા પ્રાણ ફૂંકવા ખડગે લાવી શકે છે કામરાજ-ર યોજનાઃ કોંગ્રેસ સામે છે મોટા પડકારો

નવી દિલ્હીઃ દેશના રાજયોની વિધાનસભા ચુંટણીઓમાં પક્ષને મળી રહેલ એક પછી એક હારથી ઉભરવા અને સંગઠનમાં પ્રાણ ફૂંકવા કોગ્રેંસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સખત પગલા લઇને કામરાજ-ર પ્લાન અમલી બનાવી શકે છે. તેનાથી સીનીયર અને યુવા નેતાઓ વચ્ચે સંતુલન જાળવીને પક્ષને નવી દિશા આપી શકાશે પણ તેમાં રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને પક્ષહાલ તો પોતાનું હોમવર્ક કરી રહી છે. કોંગ્રેસના સુત્રોનું કહેવું છે કે પક્ષના નેતૃત્વ સમક્ષ યુવાઓને આગળ વધારવાની સાથે સીનીયર નેતાઓનું માન જાળવી રાખવું પડકારરૂપ છે. સીડબલ્યુસીમાં ખડગેએ સાચેસાચી વાત કરતા આગળના રોડમેપ તરફ ઇશારો કર્યો છે. આગમી થોડા દિવસોમાં ખડગે પોતાના કામરાજ-ર પ્લાન હેઠળ બધા રાષ્ટ્રીય હોદ્દારોના રાજીનામા લઇને અથવા તેમને હરાવીને સંગઠનની પુર્નરચના કરી શકે છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ જેવા કેટલાક રાજયોના પ્રદેશ અધ્યક્ષોના રાજીનામા પણ આવી શકે છે. કેટલા રાજયોમાં પક્ષની કમાન યુવા નેતાઓના હાથમાં આવી શકે છે.જયારે રાજયોમાં કુશળરણનીતિવાળા નેતાઓને કેન્દ્રીય રાજકારણમાંથી બોલાવી શકાય છે.
કોંગ્રેસે છેલ્લા બે વર્ષમા઼ ૧૭ રાજય વિધાનસભાની ચુંટણીઓમાંથી ૧૩ માં કારમી હાર મેળવી છે. હાલમાં હરિયાણા અને મહારાષ્ટ્રની હારથી પક્ષની નેતાગીરી હચમચી ગઇ છે.
અત્યારે પક્ષના અધ્યક્ષ અનેસંગઠન મહાસચિવ જેવા બન્ને મુખ્ય હોદ્ોઓ દક્ષિણ ભારતના નેતાઓ પાસે છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કર્ણાટકના છે અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ કેરળના છે આના લીધે ઉત્તર અને ઉત્તર પૂર્વના રાજયોના નેતાઓ તેમને મળતા ખચકાય છે. કેટલા નેતાઓ લાંબા સમયથી સંગઠનમાં જામેલા બેઠા છે. આ બધા પડકારો પણ કોંગ્રેસ સમક્ષ છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
