<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા દિલ્હીમાં કાલે ડિનર ડિપ્લોમસી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાથે ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને ભોજન સમારોહમાં આમંત્રણ

બુધવારે કેબિનેટ બાદ ગુજરાતના પ્રધાનમંડળના સભ્યો પણ ભોજન સમારોહમાં ઉપસ્થિત રહેવા દિલ્હી જવા રવાના થશે : ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીલ જ્યારે મુકત થઈ રહ્યા છે ત્યારે સી.આર પાટીલ આયોજિત ભોજન સમારોહ ફેરવેલ પાર્ટી તરીકે જોઈ રહ્યા છે, તો રાજકીય રીતે સૌજન્ય મુલાકાત એક સાથે યોજવા અંગે મહત્વપૂર્ણ માનવામાં આવે છે

નવી દિલ્હી તા.૩ :ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા દિલ્હીમાં બુધવારે ડિનર ડિપ્લોમસી યોજાશે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાથે ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને ભોજન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. 

એક તરફ ગુજરાતમાં પ્રદેશ ભાજપના માળખામાં ફેરફારની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દિલ્હીમાં ડિનર ડિપ્લોમસી યોજાશે. ત્યારે આ ડિનર ડિપ્લોમસીમાં વડાપ્રધાન સહિતના નેતાઓ હાજર રહી શકે છે. 

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા દિલ્હીમાં બુધવારે ડિનર ડિપ્લોમસી યોજાશે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને  ભોજન સમારોહમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

બુધવારે કેબિનેટ બાદ ગુજરાતના પ્રધાનમંડળના સભ્યો પણ ભોજન સમારોહમાં ઉપસ્થિત રહેવા દિલ્હી જવા રવાના થશે.  હવે જ્યારે  પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીલ જ્યારે મુકત થઈ રહ્યા છે. ત્યારે સી.આર  પાટીલ આયોજિત બુધવાર સાંજે ભોજન સમારોહ પાટીલ ફેરવેલ પાર્ટી તરીકે જોઈ રહ્યા છે. તો રાજકીય રીતે સૌજન્ય મુલાકાત એક સાથે યોજવા અંગે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

(4:11 PM IST)